સુરત: (Surat) નવાગામ વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેડે માનસિક વિકૃતી (Distortion) સંતોષવા માટે ગુદા માર્ગમાં (Anal Route) કાકડી નાખી દીધી હતી. કાકડી ફસાઈ જતાં તેઓ ગભરાઈ ગયા હતાં. તેઓ એકલા જ શુક્રવારે મોડી સાંજ બાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતાં. હાલ તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ઓબર્ઝરવેશન માટે રાખવામાં આવ્યા છે.
- નવાગામમાં આધેડે ગુદામાર્ગમાં કાકડી નાંખી દીધી
- મોડી સાંજે જાતે જ સિવિલમાં સારવાર માટે આવ્યો
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર નવાગામ વિસ્તારમાં રહેતો 50 વર્ષિય આધેડ માર્કેટમાં પોટલા ઊંચકવાનું કામ કરે છે. ગતરોજ બપોરે તે મોબાઈલ ફોન જોઈ રહ્યો હતો. તે સમયે ઉત્તેજના થતા વૃદ્ધે ઘરમાં રહેલી કાકડી ગુદા માર્ગમાં નાખીને તેની વિકૃતિ સંતોષતો હતો. પરંતુ કાકડી ગુદા માર્ગમાં વધુ અંદર સુધી ચાલી ગઈ હતી. ત્યાર બાદ કાકકી ફસાઈ ગઈ હતી. તે બહાર નહીં નિકળતા વૃદ્ધ ગભરાઈ ગયો હતો. તેને કોઈને પણ કાંઈ પણ કહ્યા વગર જાતે રીક્ષામાં નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. વૃદ્ધની પ્રાથમિક તપાસ કર્યા બાદ તેને દાખલ કરી લેવામાં આવ્યો છે. હાલ તે ઓબ્ઝર્વેશનમાં છે. જો તેની મેળે કાકડી નહીં નિકળે તો તેની સર્જરી કરવી પડે એવી સ્થિતી છે. હાલ તે ઓબ્ઝર્વેશનમાં છે અને હાલત સ્થિર છે.
સોપારીના વેપારી સાથે 55.11 લાખની ઠગાઈ કરનાર આસામથી ઝડપાયો
સુરત: સુરતમાં સોપારીના વેપારી પાસેથી 75.11 લાખ રૂપિયા વસૂલી માત્ર 20 લાખનો માલ મોકલી બાકીના 55.11 લાખ પરત નહી આપી અને માલ નહી મોકલી છેતરપિંડી કરનાર એક વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાંચે આસામથી ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાંચની ટીમને પેટ્રોલીંગ વખતે ઇકોસેલમાં નોંધાયેલા લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી આસામમાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આસામ રાજ્યના કાચર જીલ્લામાં સીલચર ગામ ખાતેથી આરોપી મુસ્તુફા કમલ મઝમુદાર અકરમ (રહે. કનકપુર પાર્ટ-૦૨, સીલચર, જી.કાચર, આસામ)ને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીએ અન્ય આરોપી મહેબુલ કમલ મઝુમદેર ઉર્ફે સમ્મી અને અમઝદ હુશેન લશ્કરે મોટા વેપારી તરીકેની છાપ ઉભી કરી હતી અને વર્ષ 2021 થી 2022 દરમિયાન ગીરીશભાઈ જીવનભાઈ ડોબરીયા પાસેથી સૌ પ્રથમ સોપારી તથા કાળા મરીનો ઓર્ડર મેળવ્યો હતો. તે ઓર્ડર પેટે રૂપિયા ૭૫,૧૧,૯૦૦ બેન્ક મારફતે તથા રોકડથી મેળવ્યા હતા. જો કે તે નાણાં પેટે માત્ર રૂપિયા ૨૦ લાખનો સોપારીનો માલ મોકલ્યો હતો. બાકી રહેલા 55.11 લાખનો સોપારી તથા કાળા મરીનો માલ મોકલ્યો ન હતો ઉપરાંત રૂપિયા પણ પરત નહી આપી છેતરપિંડી કરી હતી.