સુરત: ડીંડોલી (Dindoli) પોલીસ સ્ટેશન (Police Station) બહાર પારિવારિક ઝઘડામાં બે પક્ષકાર વચ્ચે છુટ્ટાહાથની મારા મારી શરૂ થઈ જતા પોલીસ આશ્ચર્યમાં પડી ગઈ હતી. એટલું જ નહીં પણ ઝગડો એટલો ઉગ્ર બની ગયો હતો કે પોલીસ કર્મચારીઓએ મધ્યસ્થી કરી મામલો ઠંડો પાડ્યો હતો. હાલ બન્ને પક્ષકાર ડીંડોલી પોલીસ સ્ટેશમમાં પોલીસની નજર હેઠળ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પતિ-પત્ની વચ્ચેનાં ઝગડામાં પોલીસ સ્ટેશનના ગેટ પર જ છૂટા હાથની મારામારી થઈ હતી. પતિ પત્ની વચ્ચે ચપ્પલથી લઈને છૂટા હાથની થયેલી મારામારીમાં એક અન્ય શખ્સ પણ પોતાના હાથ સાફ કરતો દેખાયો હતો. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લોકોએ કહ્યું કે, આ રીતે ઝઘડીને સાથે રહેવા કરતાં એક મેકને છૂટાછેડા જ આપી દેવા જોઈએ. તો કોઈએ કહ્યું કે, સંબંધોની આ જ મીઠાશ છે. એક મેક પર હાથ ઉઠાવનારા વચ્ચે પ્રેમ પણ એટલો જ હોય છે.