SURAT

ડીંડોલીમાં બેફામ કાર ચાલકે મોપેડ સવાર ત્રણને અડફેટે લીધા, એકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો

સુરત: ડીંડોલીમાં (Dindoli) રાત્રે અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં રાત્રે દારૂના (Alcohol) નશામાં બેફામ કાર ચાલકે મોપેડ સવાર ત્રણને અડફેટે લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. એકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો હતો. આટલું જ નહિ જ્યારે પોલીસને (Police) કારમાં દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ક્રેટા કારના ચાલકે નશામાં પુરપાટ ઝડપે કાર હંકારી અકસ્માત કર્યો હતો. જેમાં મોપેડ સવાર યુવકો અડફેટે ચઢયા હતાં. બે લોકોને સામાન્ય ઇજા થઇ છે. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી આવી હતી. પોલીસની તપાસમાં ક્રેટા કારમાંથી નાની બોટલમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. કારના ચાલકને લોકોએ ઝડપી પાડી ડીંડોલી પોલીસના હવાલે કર્યો હતો. ડીંડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ પછી હવે જામનગરમાં રાસ – ગરબાની પ્રેક્ટિસ કરતાં યુવકનું હાર્ટ એટેકથી મોત
ગાંધીનગર: રાજયમાં (Gujarat) હાર્ટ અટેકના (Heart Attack) કારણે છેલ્લા છ માસથી યુવકોના મોતની (Death) ઘટનાઓ સામે આવી રહી છે. સતત વધતી આ રીતની ઘટનાઓના પગલે રાજયમાં ચિન્તાનો માહોલ જોવા મલી રહયો છે. તાજેતરમાં જુનાગઢમાં (Junagadh) એક યુવક દાંડિયા રાસની પ્રેક્ટિસ કરી રહયો તો , તે દરમ્યાન તેનું હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયુ હતું. આજે જામનગરમાં પણ અન્ય એક વધુ યુવકનું મૃત્યુ થયુ હતું. એટલે ગરબાની પ્રેક્ટિસ દરમ્યાન યુવકોનું મૃત્યુ થઈ રહયુ છે, તે બાબત પણ ચિન્તાનો માહોલ જોવા મળી રહયો છે.

ગુજરાતમાં અત્યારથી જ નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે. યુવકો અને યુવતીઓ જુદા જુદા ગરબા કલાસીસમાં ગરબા – રાસની પ્રેક્ટિસ પણ કરી રહયા છે. આ ઉપરાંત રાજયમાં યુવતીઓ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણીના થનગનાઠના ભાગરૂપે વિવિધ બજારોમાં ચણીયા- ચોળીની પણ ખરીદી ચાલી રહી છે. જો કે રાજયમાં નવરાત્રિ પહેલા જ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન બે યુવકોના મોત નિપજ્યા છે.

Most Popular

To Top