સુરત : સુરતના (Surat) સચિન ડાયમંડ પાર્કથી )Diamond Park) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન ડાયમંડ પાર્કના એક મિલના કોન્ટ્રાકટરને હેલ્પરે હ્યુમન બાઇટ (Human Bite) કરી લોહી લુહાણ કરી દેતા તાત્કાલિક 108ની મદદથી સિવિલ લઈ જવાની ફરજ પડી હતી. કામ નહીં કરતા હેલ્પરને કાઢી મુકવાની વાત કરતા હેલ્પરે આવું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું. પીડિત આદિત્ય રાજભર યુપીનો રહેવાસી અને મેન્સ સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યુ છે.
રાજુ યાદવ (સાથી કર્મચારી) એ જણાવ્યું હતું કે, ઘટના આજે સવાર ની હતી. સુનિલ નામના હેલ્પર કામ નહિ કરતો હોવાથી એને કાઢી મુક્યો હતો. જેને લઈ સુનિલ 3 માણસો સાથે આવીને આદિત્ય સાથે ઝગડી પડ્યો હતો. ત્યારબાદ અચાનક આદિત્યના હોઠ પર કરડી પડ્યો હતો. લોહી લુહાણ હાલતમાં પડેલા આદિત્યની મદદે કોઈ નહિ આવતા સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા. 108ની મદદથી આદિત્યને સિવિલ લઈ આવતા હોઠ પર ટાકા લેવા પડ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે આદિત્ય મૂળ યુપીનો રહેવાસી છે. પત્ની અને બાળકો વતન યુપીમાં રહે છે. ઘટના આરોહી ટેક્સટાઇલ મા બની હતી. જોકે ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. સુનીલને કાઢી મુકાયા બાદ હમણાં જ મારો હિસાબ કરી નીકળતા પૈસાની માગ કરી હતી. આદિત્યને પૈસા આવતી કાલે મળી જશે એમ પણ કહ્યું હતું. જો કે વાતનું વતેસર કરી સુનિલે હુમલો કરી દીધો હતો. હાલ આખી ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે.