SURAT

સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં આવ્યું, આ કારણસર કોર્ટ સુધી પહોંચ્યો મામલો

સુરત: સુરતનું ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) શરૂ થાય તે પહેલા જ વિવાદમાં (Controversy) આવ્યું છે. હીરાબુર્સના વહીવટદારોએ ઇમારત બાંધકામના (Construction) 538 કરોડ ન ચૂકવ્યા હોવાનો નવો વિવાદ સામે આવ્યો છે. હીરાબુર્સનું બાંધકામ કરનાર પી એસ પી લિમિટેડ કંપની (PSP Ltd.) દ્વારા કોર્ટ ના દ્વાર ખખડાવાતા સુરતની નામદાર અદાલતે (Surat District Court) ડાયમંડ બુર્સને એક અઠવાડિયામાં રૂપિયા 100 કરોડ જેવી માતબર રકમની બેન્ક ગેરંટી જમા કરાવવા હુકમ કર્યો છે.

વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ બનાવનાર પી એસ પી લીમીટેડ કંપનીને હીરાબૂર્સના વહીવટ કરનારાઓ દ્વારા બાંધકામનું પેમેન્ટ ન ચૂક્યું હોવાનો વિવાદ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ કામ પુરુ થઈ ગયાના લાંબા સમય બાદ પણ કાયદેસરના બિલોનું પેમેન્ટ નહીં કરતા કંપની દ્વારા કોર્ટના દ્વાર ખડખડાવવામાં આવ્યા છે. હવે પછીની સુનવણી 16 ડિસેમ્બરે થશે. ઉલ્લ્ખનીય છે કે 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવશે.

ડાયમંડ બુર્સના કેસની આ માહિતી કંપની દ્વારા શેરહોલ્ડરોની જાણ માટે પોતાની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. પી એસ પી લીમીટેડ કંપની દ્વારા હીરા બુર્સ પર રૂપિયા 538 કરોડ અને કેસ દાખલ કર્યાની તારીખ સુધીનું વ્યાજ મળીને કુલ 631 કરોડનો ક્લેમ કરવામાં આવ્યો છે. શરુઆતમાં રૂપિયા 5000 ચોરસફૂટના ભાવે ઓફિસ વેચનાર હિરાબુર્સે કુલ 6 જેટલી હરાજી કરીને ભાવ વધારી બીજી ઓફિસો રૂપિયા 35000 ચોરસ ફૂટના ઊંચા ભાવે વેચી અઢળક નફો કમાયા હોવાની પણ ચર્ચા છે.

પરંતુ હીરાબુર્સનું બાધકામ કરનાર પી એસ પી કંપની કે જેને આટલું સારું બિલ્ડિંગ બનાવી હિરાબુર્સને દેશ અને દુનિયામાં નામના આપવી તેને પેમેન્ટ કરવામાં ન આવ્યા હોવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે. જે બાદ ના છુટકે કંપનીએ કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.

Most Popular

To Top