સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક રત્નકલાકારની પત્નીએ પોતાના જ ઘરમાં એવું કામ કર્યું છે, જેના લીધે તેનો આખોય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેને આ હરકત પોતાના પ્રેમીના કહેવાથી કરી હતી. જ્યારે આખોય મામલો બહાર આવ્યો ત્યારે તેની હરકતની સાથે સાથે પ્રેમપ્રકરણનો પણ ભાંડો ફૂટી ગયો હતો અને ચારેકોરથી તેના પર ફીટકાર વરસ્યો હતો.
- સુરતના અમરોલીની યોગીકૃપા સોસાયટીમાં રહેતા રત્નકલાકારની પત્નીએ ઘરમાં જ ચોરી કરી
- પ્રેમીના કહેવાથી પરિણીતાએ પોતાના ઘરમાંથી 1.20 લાખના દાગીના ચોર્યા
- પતિ અને સાસુ-સસરા સામે ચોરી અને પ્રેમપ્રકરણની કબૂલાત કરી
- પતિએ પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી
(Surat) અમરોલી ખાતે આવેલી યોગીકૃપા સોસાયટીમાં રહેતા રત્નકલાકારની (Diamond Worker) પત્નીએ (Wife) પ્રેમીના (Lover) કહેવાથી પોતાના ઘરમાં 1.20 લાખના દાગીનાની (Jewelry ) ચોરી (Theft) કરી હતી. પરિણીતાના પતિએ પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી યોગીકૃપા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય નરેન્દ્ર વિરમભાઈ વાઘે અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ (Police) સ્ટેશનમાં ચોરીની ફરિયાદ (Complaint) નોંધાવી છે. નરેન્દ્રભાઈ પોતે કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર છે. નરેન્દ્રભાઈની પત્ની પણ કતારગામ ખાતે પ્રમુખ જેમ્સમાં કામ કરે છે. નરેન્દ્રભાઈ ગત 9 તારીખે તેમના ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા. નરેન્દ્રએ પોતાના પરિવારના સભ્યોની પુછપરછ કરી હતી. નરેન્દ્રની પત્ની જાનવી ગોળગોળ જવાબ આપતી હતી. જેથી પત્ની ઉપર શંકા જતા તેના સાસુ સસરાએ પુછતા તેણે પોતાના પ્રેમી તુષાર ભુપેન્દ્ર મેવાડા (ખોડલ એપાર્ટમેન્ટ)ના કહેવાથી દાગીના ચોરી કર્યા અને તેને બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી નરેન્દ્રભાઈએ પત્ની અને તેના પ્રેમી સામે અમરોલીમાં ફરિયાદ નોંધાવી હતી.
રત્નકલાકારની પત્નીનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત
સુરત: અમરોલી ખાતે ઓમ રેસિડેન્સીમાં રહેતા ભાવેશભાઈ વસરા હીરામજુરી કામ કરે છે. તેમની પત્ની 20 વર્ષિય અંજુબેન ટેક્સટાઇલ માર્કેટમાં ધાગા કટિંગનું કામ કરી પતિને આર્થિકરીતે મદદ રૂપ થતી હતી. જોકે અંજુબેન માનસિક બિમારીથી પિડાતી હતી. જેનાથી કંટાળી તેણે શનિવારે સાંજે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સ્મીમેરમાં લઈ જવાય હતી, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.