સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં આવેલી બ્લ્યુ ઓરીજન હાઈટ્સમાં રહેતો રત્નકલાકાર (Diamond Worker) ફ્લેટના નવમાં માળની ગેલેરીમાંથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં અમરોલી વિસ્તારમાં જુના કોસાડ રોડ પર આવેલી બ્લ્યુ ઓરીજન હાઈટ્સમાં રહેતા ચિરાગ ધીરુભાઈ વાઘાણી (26 વર્ષ) મૂલ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના પીપરડી ગામના વતની હતા. ચિરાગભાઈ વાઘાણી રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ચિરાગ શનિવારે રાત્રે પોતાના નવમાં માળ પર આવેલી ગેલેરીમાંથી કોઈ રીચે નીચે પટકાયા હતા. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ચિરાગને સ્મીમેર હોસ્પિટલ (Hospital) લઈ જવાયો હતો. ચિરાગ અકસ્માતે નીચે પડ્યો હતો કે આત્મહત્યા કરી હતી તે બાબત રહસ્યમય છે.
ફોન પર વાત કરતા-કરતા ત્રીજા માળની લીફ્ટના પેસેજમાંથી નીચે પટકાતા યુવકનું મોત
સુરત : પૂણાગામ વિસ્તારમાં આવેલી બેલેજીયો માર્કેટમાં રાત્રિ દરમિયાન યુવક ફોન પર વાત કરતી વખતે ત્રીજા માળના લીફ્ટના પેસેજમાંથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની રાજુ રામભાઈ બેલનપાલ (24 વર્ષ) હાલ પૂણાગામ વિસ્તારમાં આવેલા સીતાનગર નજીક બેલેજીયો માર્કેટમાં મજૂરીકામ કરીને ત્યાં જ રહેતો હતો. રાજુ બેલનપાલ તેમના ભાઈ સહિતના હમવતની સાથે રહેતો હતો. રાજુ શનિવારે સાંજના સમયે જમીને નિરાતે બેસેલો હતો ત્યારે તેના મોબાઈલ ફોન પર કોઈનો કોલ આવ્યો હતો. રાજુ બહાર ત્રીજા માળે ફોન પર વાત કરી રહ્યો હતો. એવામાં તે કોઈક રીતે ત્રીજા માળની લીફ્ટથી નીચે પટકાયો હતો. તેના ભાઈ સહિનાઓ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારના જણાવ્યા મુજબ રાજુને સંતાનમાં એક પુત્રી છે. ત્યારે તેમની પત્ની ગર્ભવતી છે.