SURAT

સુરતના રત્નકલાકારનું અબ્રામાની નહેરમાં ડૂબી જવાથી મોત

કામરેજ: (Kamrej) સુરતના એક રત્નકલાકારનું (Diamond Worker) અબ્રામાંની નહેરમાં (Canal) ડૂબી જવાથી મોત થયું હતું. રવિવારે હિરાના (Diamond) કારખાનામાં રજા હોવાથી ત્રણ મિત્રો બપોર બાદ અબ્રામા ગામે કાકરાપાર જમણા કાંઠા નહેરમાં ન્હાવા ગયા હતા. જ્યાં ત્રણ પૈકી એક યુવાનનુ ડુબી જતાં મોત નીપજયુ હતું.

  • સુરતના રત્નકલાકારનું અબ્રામાની નહેરમાં ડૂબી જવાથી મોત
  • ત્રણ મિત્રો બપોર બાદ અબ્રામા ગામે કાકરાપાર જમણા કાંઠા નહેરમાં ન્હાવા ગયા હતા
  • રત્નકલાકાર બરોડા પ્રિસ્ટેજ દિનેશભાઈના કારખાનામાં કામ કરતો હતો

મુળ મધ્યપ્રદેશના સતના જિલ્લાના રાધેપુર ગામના વતની અને હાલ સુરત બરોડા પ્રિસ્ટેજ મોહનનગરમાં દિનેશભાઈના કારખાનામાં બીજા માળે રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા અજય હિરાલાલ ચૌધરી(ઉવ.22) બનેવીના ભાઈ લવલેશ બાબુલાલ ચમાર તેમજ કારખાનામાં ચા આપવા આવતા મિત્ર ધનરાજ હમીરભાઈ ટાંચલને રવિવારના બપોર બાદ હિરાના કારખાનામાં રજા હોવાથી ત્રણેય કામરેજના અબ્રામા ગામે મેલડી માતાના મંદિરની પાસે આવેલી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં નહાવા ગયા હતા. ત્રણેય મોપેડ એકસેસ નંબર જીજે 05 એસએચ 2271 પર બપોરના 3.00 કલાકે નહેરમાં નહાવા માટે અબ્રામા પહોંચ્યા હતા.

અજય અને લવલેશ મોટી નહેરમાં નહાતા હતા જયારે ધનરાજ નાની નહેરમાં નહાવા માટે ગયો હતો. નહેરના પાણીમાં અચાનક અજય ડુબવા લાગતા બચાવોની બુમો પાડવા લાગ્યો હતો. તેને જોઈ લવલેશ નહેરના પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. તેણે અજયને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ અજય નહેરના પાણીમાં ડુબી ગયો હતો. થોડીવારમાં આજુબાજુના લોકોએ નહેરના પાણીમાં ડુબી ગયેલા અજયને કાઢી કઠોર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો મામલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top