SURAT

આ કારણે હીરાના વેપારીઓ અને દલાલોને મહિધરપુરા હીરા બજારમાં પ્રવેશ નહીં મળે

સુરત: (Surat) મહિધરપુરા હીરાબજારમાં (Diamond Market) હીરાનો વેપાર ખૂબ ગીચતાભર્યા માહોલમાં થતો હોવાથી કોરોના પોઝિટિવના કેસો પણ અહીં નોંધાયા છે. તેને લઇ મહિધરપુરા હીરાબજાર વેપારી (Diamond Traders) એસોસિએશન અને બ્રોકર એસો. સજાગ બન્યા છે. હીરા બજારના સોશિયલ મિડીયા ગ્રુપમાં મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે કે 45થી વધુ વયના હીરા વેપારી-દલાલો કોરોનાની રસી નહીં મુકાવે તો મહિધરપુરા હીરાબજારમાં પ્રવેશ મળશે નહીં.

45થી વધુ વયના હીરા વેપારી-દલાલો કોરોનાની રસી નહીં મુકાવે તો મહિધરપુરા હીરાબજારમાં પ્રવેશ મળશે નહીં. ઉપરાંત માસ્ક નહીં પહેરનાર લોકો ઉપર સીસીટીવીથી નજર રખાઇ રહી છે. રસી નહીં મુકાવનાર વેપારી-દલાલનો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હશે તો જ હીરાબજારમાં પ્રવેશ અપાશે એવા વિડીયો વાયરલ થયા માસ્ક નહીં પહેરનાર લોકો પર સીસીટીવીથી નજર રખાઇ રહી છે. રસી નહીં મુકાવનાર વેપારી-દલાલનો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હશે તો જ હીરાબજારમાં પ્રવેશ અપાશેના વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે. જેને હીરા વેપારી અને દલાલોએ આવકાર આપ્યો છે.

એસોસિએશન દ્વારા માર્કેટમાં એનાઉન્સમેન્ટની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. સુરત મનપા દ્વારા જો વધુ કેસો મળી આવે તો બજાર ચાલુ રાખવું કે કેમ તેને લઇને ચેતવણી આપવામાં આવી હતી. તે જોતાં હીરા વેપારીઓ અને દલાલો સજાગ બન્યા છે. માસ્ક વિના આવનાર લોકોને માર્કેટ બહાર મોકલી દેવામાં આવે છે. જે ઓફિસો અને કેબિનોમાં સીસીટીવી છે તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલ નાકરાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મહિધરપુરા હીરાબજારમાં મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોવાથી સીસીટીવી દ્વારા વેપારી કે દલાલે માસ્ક પહેર્યું છે કે કેમ તેના પર નજર રાખવામાં આવી રહી છે. ફરજિયાત માસ્ક પહેરવા માટે માર્કેટમાં સતત માઇકથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top