SURAT

સરથાણા બોલાવી બે તમાચા મારી હીરાદલાલનું બાઈક પર અપહરણ કરાયું, મહિધરપુરાની ઓફિસમાં ગોંધી ફટકાર્યો

સુરત : (Surat) સરથાણાના હીરાદલાલની (Diamond Broker) પાસેથી રૂા.18.50 લાખનું પેમેન્ટ (Payment) લેવા માટે તેને વાલક પાટીયા પાસે બોલાવીને અપહરણ (Kidnap) કરવામાં આવ્યું હતું. આ હીરાદલાલને મહિધરપુરાની એક ઓફિસમાં ગોંધીને માર મારવામાં આવ્યા બાદ તેની સામે જ મહિધરપુરા પોલીસમાં (Police) ફરિયાદ (Complaint) થઇ હતી. ઇજાગ્રસ્ત હિરાદલાલે સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • રૂપિયા 18.50 લાખની ઉઘરાણી માટે બે વેપારીએ હીરાદલાલનું અપહરણ કરી ફટકાર્યો
  • વેપારી સામે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરી પણ છોડી દેવાતા ભોગ બનનાર હીરાદલાલે સરથાણામાં ફરિયાદ આપી

પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજકોટના જેતપુર તાલુકાના વતની અને સુરતમાં વાલક પાટીયા પાસે અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા હસમુખભાઇ પુનાભાઇ ગોંડલિયા હીરાની દલાલીનું કામ કરે છે. થોડા દિવસો પહેલા તેઓએ મહિધરપુરા હીરા બજારમાં હીરાનો વેપાર કરતા વેપારી વિપુલભાઇ તેમજ નિલેશભાઇની પાસેથી રૂા.18.50 લાખની કિંમતના હીરા વેચવા માટે લીધા હતા. આ હીરા તેઓએ મુંબઇમાં રહેતા પપ્પુભાઇને વેચ્યા હતા. જો કે, પપ્પુભાઇએ હીરાનું પેમેન્ટ આપ્યું નહીં હોવાથી હસમુખભાઇ પેમેન્ટ પરત આપી શક્યા ન હતા.

આ વાતની અદાવત રાખીને નિલેશ અને વિપુલે વાલક પાટીયા પાસે હસમુખભાઇને બોલાવ્યા હતા અને તેઓને બે-ત્રણ ઝાપટ મારીને મોટરસાઇકલમાં બેસાડીને મહિધપુરા હીરાબજારમાં એક ઓફિસમાં લઇ ગયા હતા. ત્યાં હસમુખભાઇને એક દિવસ ગોંધી રાખીને લાકડાના ફટકા વડે માર માર્યો હતો. બીજા દિવસે હસમુખભાઇની સામે રૂપિયા લેવાના હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસમાં કરાયા બાદ તેને છોડી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે હસમુખભાઇએ નિલેશભાઇ તેમજ વિપુલભાઇની સામે સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જુની અદાવતમાં જ્વલનશીલ પ્રદાર્થ છાંટી બે કાર સળગાવી દેવાઇ : યુવકની ધરપકડ
સુરત : કામરેજના માંકણા ગામ પાસે શિવસમર્થન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રપ્રસાદ રામસજીવન સોની મહિન્દ્રા પીકઅપ ગાડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કામરેજથી આવવા-જવા માટે તેને ચાર મહિના પહેલા અર્ટિગા ગાડી ખરીદી હતી અને તે લઇને તેઓ સુરત આવતા હતા. તેઓએ તેમના મિત્રને અર્ટિગા ગાડી આપી હતી, આ દરમિયાન તેઓએ પૂણા વિસ્તારમાં ગાડી પાર્ક કરી હતી ત્યારે રાત્રીના સમયે અર્ટિગા ગાડી અને તેની બાજુમાં પાર્ક કરેલી મહિન્દ્રા પીઅકઅપ વાન સળગી ગઇ હતી. આ બાબતે સીસીટીવી કેમેરા ચેક કરતા તેને કોઇ યુવકે જ્વલનશીલ પ્રદાર્થ નાંખીને સળગાવી દીધી હતી. આ બાબતે પૂણા પોલીસમાં ગોડાદરામાં રહેતા લાલસીંગ મોનીસીંગ રાજપુતની સામે ફરિયાદ આપા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top