SURAT

સુરતમાં હીરા ચોરીનો આક્ષેપ કરી યુવાનને માર મારનાર પોલીસકર્મીના થયા આ હાલ

સુરત: (Surat) સિંગણપોર ખાતે રહેતા યુવક ઉપર હીરા (Diamond) કારખાનાના શેઠે હિરા ચોરીનો આક્ષેપ મુક્યો હતો. અને મહિધરપુરામાં અરજી કરતા પોલીસે (Police) તેને માર મારી બળજબરી ચોરીનો ગુનો કબૂલવા ટોર્ચર (Torture) કરતા તેણે આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) પરબત વાઢેરને સસ્પેન્ડ કર્યો હતો.

મુકેશભાઈ કનુભાઈ સોજીત્રાએ ગત 26 તારીખે અનાજમાં નાંખવાની ટીકડીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તે સારવાર હેઠળ હતો ત્યારે તેના ભાઈ કિશોરભાઈ સોજીત્રાને જણાવ્યું હતું કે, નંદુડોશીની વાડી પાસે હિરાનું કારખાનું ધરાવતા તેના શેઠ વિપુલ મોરડીયાએ ઓફિસમાંથી હિરાની ચોરી થઈ હોવાનો આક્ષેપ મુક્યો હતો. અને મુકેશ પાસેથી તે પૈસાની ઉઘરાણી કરતો હતો. જે બાબતે મહિધરપુરા પોલીસમાં થોડા દિવસ પહેલા ખોટા આક્ષેપવાળી અરજીના આધારે રાત્રે પોલીસ મુકેશને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. અને મધરાતે અઢી વાગે પોલીસના માણસો મુકેશને ઘરે મુકી ગયા હતા.

બીજા દિવસે ફરી મુકેશને નિવેદન લેવા બોલાવ્યા હતા. અને ત્યારે મુકેશને પરબત વાઢેર તથા અન્ય ત્રણ પોલીસવાળા માણસોએ ઢોર માર માર્યો હતો. અને વિપુલભાઈને હિરાના બદલામાં બીજા દિવસે સાંજ સુધીમાં 3.50 લાખ આપી દેવા કહ્યું હતું. પોલીસ દ્વારા બળજબરી મુકેશને હિરા ચોરીની કબૂલાત કરાવી તેની પાસેથી પૈસા માંગવામાં આવતા હતા. જેનાથી કંટાળી તેને આપઘાત કર્યો હતો. આ કેસમાં આજે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો હતો. સિંગણપોર પોલીસમાં આ અંગે દુષ્પ્રેરણાની ફરિયાદ પણ નોંધાઈ હતી.

મનીયા ડુક્કર ગેંગ પર હુમલો કરનાર ગોરખા ગેંગનો વોન્ટેડ ટપોરી ઝડપાયો
સુરત : મનીયા ડુકકર ગેંગ પર હુમલો કરનાર ગારખા ગેગનો વોન્ટેડ આરોપીને પકડી પાડવા એસઓજીને સફળતા મળી છે. ગઇ તા. 16 નવેમ્બરના રોજ ગોરખાગેંગ દ્વારા મનીયા ગેંગના નવ જેટલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં એક વ્યિકતને ગંભીર ઇજા થઇ હતી. દરમિયાન સંદીપ ઉર્ફે દાદુ બાબૂ પાટિલ રહેવાસી, ગણેશ નગર , લિંબાયતની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીએ જણાવ્યાનુંસાર મનીષ ડુકકર અને વિશાલ ગોરખ ગેંગ વચ્ચે સ્થાનિક વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા માટે ગેંગવોર ચાલી રહી છે. તેમાં વિશાલ વાઘ અને મનીયો ડુક્કરના માણસો એક બીજાને પતાવી નાંખવા માટે ઘાત લગાવીને હુમલો કરતા હતા. ગઇ તા. 16 નવેમ્બર 2021ના રાજ ગોરખ ગેંગ દ્વારા હુમલો કરવામાં આવતા તેમાં સાઇ ગણેશ નામનો ટપોરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ મામલે દાદુ પાટીલ વોન્ટેડ હતો જેની બાતમી મળતા એસઓજી પોલીસે તેને દબોચી લીધો હતો.

Most Popular

To Top