સુરત: સુરત અને મુંબઈ હીરાના પ્રમુખ કેન્દ્રો છે. સુરતમાં તૈયાર થતા પોલિશ્ડ હીરા મુંબઈના બજારથી દેશ-વિદેશમાં સપ્લાય થાય છે. સુરતના હીરાના નાના મોટા વેપારીઓ મુંબઈમાં ઓફિસ ધરાવે છે અને છાશવારે સુરતથી મુંબઈ અપડાઉન કરતા રહેતા હોય છે, ત્યારે મુંબઈમાં કોરોનાના વધતા કેસના લીધે બીકેસીમાં મુકવામાં આવેલા નિયંત્રણોના પગલે સુરતના હીરાવાળાની ચિંતા વધી છે. તેઓએ હવે બીકેસીમાં પ્રવેશ માટે કોરોનાની ગાઈડલાઈન ઉપરાંત બીકેસી મેનેજમેન્ટના નિર્ણયોનું પણ પાલન કરવું પડશે.
મુંબઈમાં (Mumbai) કોરોનાના (Corona) કેસો વધી જતાં મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર (Government) અને બીએમસી (BMC) દ્વારા કેટલાક નિર્ણયો (Decision) જાહેર કરવામાં આવ્યા છે. તેને ધ્યાને રાખી મુંબઈના બીકેસીમાં (Bandra kurla complex) આવેલા ભારત ડાયમંડ બુર્સમાં (Bharat Diamond Burs) કેટલાક નિયંત્રણ મુકવામાં આવ્યા છે. અહીં ડાયમંડ બુર્સમાં 50 ટકા સ્ટાફ (Staff) સાથે ઓફિસો ખોલવા માટે આદેશ (Order) આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિદેશી બાયરો (Foreign buyers) અને હીરા વેપારીઓને (Diamond traders) પણ રોજિંદા ક્રમ કરતા 50 ટકા જેટલી સંખ્યામાં જ વેપારીઓને પ્રવેશ બારકોડેડ પાસ સિસ્ટમથી (Access barcoded pass system) અપાશે.
મુંબઈમાં કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈના ભારત બુર્સમાં 3000 જેટલી હીરાની ઓફિસો, કેબીનો આવેલી છે. બુર્સમાં રોજ 30000થી 40,000 વેપારીઓ રોજ અવર જવર કરે છે. સુરતના હીરા ઉદ્યોગકારો (Diamond industrialists of Surat) ભારત ડાયમંડ બુર્સની કોર્પોરેટ ઓફિસથી તૈયાર હીરા એક્સપોર્ટ (Export polished diamonds) કરે છે. રફ ડાયમંડની સપ્લાય (Rough diamond supply) પણ અહીંથી જ પ્રાપ્ત કરતા હોય છે. તે જોતા સરકારી ગાઈડ લાઇન (Government Guide Line) પ્રમાણે અહીં કર્મચારીઓ,વેપારીઓની હાજરી 50 ટકા મર્યાદિત કરવામાં આવી છે. કર્મચારીઓ ઓડ-ઇવન (Odd-Even) તારીખથી અહીં કામ કરવા આવી શકશે. બુર્સ દ્વારા એક એડવાઈઝરી (Advisory) બહાર પાડી વેપારીઓને જાણ કરવામાં આવી છે.