SURAT

સુરતના વેડરોડ ખાતે હીરા દલાલના મકાનમાં ધોળાદિવસે 6.18 લાખની ચોરી કરી તસ્કારો ફરાર

સુરતઃ (Surat) વેડરોડ ખાતે રહેતા હિરા દલાલ (Diamond broker) તેમના પરિવાર સાથે બપોરે સંબંધીના ઘરે જમવા ગયા ત્યારે ધોળાદિવસે તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ કરી 4 લાખ રોકડ અને દાગીના મળીને 6.18 લાખની ચોરી કરી નાસી ગયા હતા. પરિવાસ સાંજે ઘરે આવ્યો ત્યારે ચોરીની જાણ થતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.

  • વેડરોડ ખાતે હિરા દલાલના મકાનમાં ધોળાદિવસે 6.18 લાખની ચોરી કરી તસ્કારો ફરાર
  • હિરા દલાલ પરિવાર સાથે સંબંધીના ઘરે જમનવાર માટે ગયા હતા

વેડરોડ ખાતે જાનકી એપાર્ટમેન્ટ કુબેરપાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષીય રાહુલભાઇ લક્ષ્મણભાઇ ડાંગર હીરા દલાલ છે. તેઓ મુળ રાજકોટ જિલ્લાના વતની છે. ગઈકાલે રાહુલભાઈના સાસુ, મોટી સાસુ, કાકી અને સાળો ઘરે આવ્યા હતા. રાહુલ અને મહેમાનોનું બપોરનું જમવાનું સિંગણપોર ખાતે ગીતાનગરમાં રહેતા એક સંબંધીના ઘરે રાખ્યું હતું. જેથી તે પરિવાર સાથે સવારથી સિંગણપોર સંબંધીના ઘરે ગયા હતા. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનમાં આવીને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. અને કબાટમાં રહેલા રોકડા 4 લાખ રૂપિયા અને 2.18 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી 6.18 લાખની ચોરી કરી નાસી ગયા હતા. સાંજે રાહુલભાઈ કામ માટે બહાર હોવાથી તેમનો પરિવાર ઘરે આવ્યો ત્યારે મુખ્ય દરવાજાનું લોક તુટેલું હતું. તેમને અંદર આવીને જોતા સામાન વેરવિખેર હતો. જેથી પરિવારે રાહુલભાઈને જાણ કરતા તે ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં કબાટમાં ચેક કરતા રોકડ અને દાગીના ગાયબ હતી. જેથી તેમને ચોકબજાર પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

મોટા વરાછામાં બિલ્ડરની ઓફિસમાંથી 39 હજારની ચોરી
સુરતઃ મોટા વરાછા ખાતે રેસીડેન્સી બિલ્ડીંગના પ્રોજેક્ટમાં આવેલી બિલ્ડરની ઓફિસમાંથી અજાણ્યા ચોર ટીવી, ગેસ, ગીઝર સહિત 39 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વરાછા રોડ બરોડા પ્રિસ્ટેઝ પાસે હંસ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય પ્રવિણભાઇ હરીભાઇ નારોલા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ 2018થી તેમને અમરોલી મોટા વરાછા અબ્રામા રોડ ઉપર તાપી આર્કેટની સામે નિલગીરી હાઇટ્સ નામનો પ્રોજેક્ટ શરૂ કરી ત્યાંજ પોતાની ઓફિસ રાખી છે. દરમિયાન ઓફિસનો છેલ્લા એકાદ વર્ષથી ઉપયોગ કર્યો નથી. પરંતુ ઓફિસના મેન્ટેનન્સ માટે તેઓ અઠવાડિયે દસ દિવસે એકાદ આંટો મારતા હતા. ગત 18 તારીખે બપોરે તેઓ ઓફિસે ગયા હતા. ત્યારે મુખ્ય દરવાજાનનું લોક તુટેલું હતું. અને ઓફિસમાંથી ટીવી, ગેસ, ગીઝર, એસી, લાઈટ ફોક્સ બાથરૂમના છ નળ ચોરાયા હતા. વાયરીંગ મળીને કુલ 39600 રૂપિયાની ચોરી થયાનું બહાર આવતા તેમને અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top