Business

સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માંગો છો? 5 એપ્રિલે ઈ-ઓક્શન થશે, જાણી લો વિગત

સુરત: (Surat) સુરત ડાયમંડ બુર્સની (Diamond Bourse) બાકી રહેલી ઓફિસો માટે 5 એપ્રિલે ઇ-ઓક્શન થશે. 500થી 11,500 સ્ક્વેર ફૂટની કુલ 94 ઓફિસનાં ઓક્શન (Auction) માટે તળિયા કિંમત 13,500થી 16,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એ જોતાં બુર્સ કમિટીને ઓક્શનમાં મોટી આવક થશે. બુર્સ કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓક્શનની શરતો 28 માર્ચે બુર્સની વેબસાઈટ પર મુકાશે. સુરત ડાયમંડ બુર્સના પહેલા રાઉન્ડના ઇ-ઓક્શન દરમિયાન ઊંચી બોલી લગાવવામાં આવી હતી. બુર્સ કમિટીએ બીજા રાઇન્ડ માટે ઈએમડી ડિપોઝિટની રકમ પણ 5, 10 અને 20 લાખ રાખી છે. ઓક્શનમાં મુંબઈના હીરા વેપારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ ઓક્શનમાં સ્ક્વેર ફૂટ દીઠ 28,000 રૂપિયાનો ભાવ પહોંચ્યો હતો.

  • સુરત ડાયમંડ બુર્સની 500થી 11,500 સ્ક્વેર ફૂટની 94 ઓફિસનું ઈ-ઓક્શન થશે
  • 5 એપ્રિલે હરાજી યોજાશે, તેમાં ભાગ લેવા ડિપોઝિટની રકમ 5 લાખથી 20 લાખ નક્કી કરાઈ
  • ઓક્શનની શરતો 28 માર્ચે બુર્સની વેબસાઈટ પર મુકાશે

પ્રથમ ઓક્શનની ભવ્ય સફળતા બાદ ગઈકાલે સુરત ડાયમંડ બુર્સ દ્વારા બીજા તબક્કાનું ઓક્શન 5 એપ્રિલના રોજ સવારે 9થી સાંજે 5:30 કલાક સુધી થવા જઈ રહ્યું છે. કુલ 9 પૈકી 8 ટાવરની ઓફિસોનું ઓક્શન (B,C,D,E,F,G,H,J & SPINE) થવા જઈ રહ્યું છે. જેની અંદર કુલ નાની-મોટી એવી 94 ઓફિસ હશે. તેમજ વિવિધ ઓફિસોની હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટની રકમ રાખવામાં આવી છે. જેમ કે, 500 સ્ક્વેર ફૂટ સુધી 5 લાખ, 501-1000 સ્ક્વેર ફૂટ સુધી 10 લાખ, 1001-11500 સુધીની મોટી ઓફિસો માટે 20 લાખ રૂપિયા રકમ રાખવામાં આવી છે.

સરથાણામાં ભવાની વિલા નામની ઈમારતની 15 દુકાન અને 2 ગોડાઉન સીલ કરાયાં
સુરત : સુરત મનપા દ્વારા શહેરમાં બી.યુ સર્ટી વિનાની મિલકતોને સીલ મારવામાં આવી રહી છે. જે અંતર્ગત સરથાણામાં બુધવારે સવારથી બી.યુ સર્ટી વિનાની 15 દુકાનો અને 2 ગોડાઉનને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરાછા-બી ઝોનનો સ્ટાફ સીલ મારવા જતા જ મિલકતદાકોએ વિરોધ કર્યો હતો. પરંતુ મનપા દ્વારા સીલીંગની કામગીરી પાર પાડવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વરાછા ઝોન- બી માં સરથાણા વિસ્તારમાં ભવાની વિલા નામની ઈમારતમાં આવેલી 15 દુકાનો અને બે ગોડાઉનોને સીલ કરવામાં આવી હતી. બી.યુ.ની પરવાનગી વગર ધમધમતી આ દુકાનો અને ગોડાઉનો વિરૂદ્ધ સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવતાં વેપારીઓએ ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો અને કામગીરી રોકવા માટે ધમપછાડા કર્યા હતા. પરંતુ મનપા દ્વારા આ 17 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. મનપા સીલીંગની કામગીરી કરવા ગઈ ત્યારે મિલકતદારો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, મનપાએ કોઈપણ પ્રકારની નોટિસ નથી જેથી તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top