સુરતઃ (Surat) શહેરના મોટાવરાછા (Mota Varacha) વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (DGVCL) ઈલેકટ્રિક આસિસ્ટન્ટનું (Electric Assistant) ગઈકાલે ટ્રાન્સફોર્મરના (Transformer) થાંભલા ઉપર કરંટ (Current) લાગતા મોત (Death) નીપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઈલેકટ્રિક આસિસ્ટન્ટ કરંટ લાગ્યા બાદ થાંભલા પર જ લટકી રહ્યા હતા. તેને કર્મચારીઓએ દોરડા વડે નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
- ઉત્તરાયણના તહેવારના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાવર કટ થતા ડીજીવીસીએલના કર્મચારીઓ સતત દોડતા રહ્યાં હતા
- મોટા વરાછા પાસે રંગવાડી ફાર્મની સામે ફીડર લાઈન પર કામ કરતી વખતે યતીન કુમારને કરંટ લાગ્યો અને સ્થળ પર જ મોત થયું
બનાવ અંગે મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના જોથાણ ગામમાં પટેલ ફળિયામાં રહેતા ૩૬ વર્ષીય યતીન કુમાર અરવિંદભાઈ પટેલ છેલ્લા છએક વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ઈલેકટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે ઉત્તરાયણને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાવર કટ થવાના બનાવો બન્યા હતા. જેને કારણે ડીજીવીસીએલ આખો દિવસ દોડતી રહી હતી. ગઈકાલે બપોરે મોટાવરાછા પાસે રંગવાડી ફાર્મની સામે ડીજીવીસીએલના ફીડર લાઈન ઉપર કામ કરતી વખતે યતીનકુમારને કરંટ લાગ્યો હતો.
ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપર જ કરંટ લાગતા તેઓ બેભાન થયા હતા. જેને પગલે સાથે ઉભેલા કર્મચારીઓએ તેમને દોરડા વડે નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. યતીનકુમારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કરંટની લાઇન બંધ હોવા છતાં રિવર્સ કરંટ કઈ રીતે આવ્યો તે તપાસનો વિષય છે. એક રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની આ ગંભીર બેદરકારી કહી શકાય છે.
વાહનોને અકસ્માત કરીને લાખો રૂપિયાની લૂંટ કરતી ગેંગનો મુખ્યસૂત્રધાર પકડાયો
સુરત : માંગરોળ જિલ્લાના મોસાલી ગામે રહેતો યુવક સુરતમાં રહેતા તેના સાગરીતો સાથે મળીને લોકોની સાથે અકસ્માત કરા મોબાઇલ અને રોકડની લૂંટ કરતો હતો. આ ચંડાળ ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત એસઓજીએ પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ 9 મહિના પહેલા વરાછા વિસ્તારમાં એક ગેંગ સક્રિય થઇ હતી. આ ટોળકી ભીડભાડ વાળા વિસ્તારમાં જે લોકો પાસે રૂપિયા કે મોંઘા ફોન હોય તેઓની રેકી કરીને ખુલ્લી જગ્યામાં અકસ્માત કરતા હતા. બાદમાં તેને માર મારીને લૂંટી લેવામાં આવતા હતા. ઉપરા-છાપરી લૂંટના બે ગુના બનતા પોલીસે ખ્વાજાદાના દરગાહ પાસે રેતા અફઝલ ઉર્ફે નાવડી ઇસ્માઇલ શા, સઇદ ઉર્ફે ચુહા નઝીર પઠાણ અને મો. અબ્રાર ઉર્ફે અબુ ઇબ્રાહીમ શેખને પકડી પાડ્યા હતા.
જ્યારે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર જલીલ ઉર્ફે જલીયા સમદ શેખ (રહે. મોસાલી, તા. માંગરોળ, જિ. સુરત)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આ ત્રણેયને પકડી પાડ્યા હોવાથી જલીલ માંગરોળ પોતાના વતન ભાગી ગયો હતો. ઉત્તરાયણના તહેવારમાં જલીલ પોતાના મિત્રોને મળવા માટે સુરત ખ્વાદાજાના પાસે આવ્યો હોવાની માહિતી મળતા જ એસઓજીની ટીમે જલીલને પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં વરાછામાં વેપારીના રૂા. 1.30 લાખની લૂંટ અને બીજા એક યુવકની પાસેથી 1500 રોકડા તેમજ પાંચ હજારના મોબાઇલની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. જલીલની સામે શહેર અને જિલ્લા પોલીસમાં અનેક ગુનાઓ નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે.