સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) પર ફ્લાઈટોની (Flight) સંખ્યામાં ફરીધી ધીરે-ધીરે ઘટાડો થઈ રહ્યો છે. હવે 1 જુલાઈથી ગો ફર્સ્ટ એરલાઈન્સ તેના બંને ઓપરેશન સુરત એરપોર્ટ પરથી સસ્પેન્ડ કરી રહી છે. 11 ઓગસ્ટ સુધી બંને ઓપરેશન સસ્પેન્ડ રહેશે. ત્યાર બાદ ફરીથી ક્યારે અને કયા શહેરો માટે ઓપરેશન શરૂ કરશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.
- ગો ફર્સ્ટ એરલાઈન્સની સુરતથી દિલ્હી, પુણેની તમામ ફ્લાઈટ 1 જુલાઈથી 11 ઓગ. સુધી કેન્સલ
- ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ સસ્પેન્ડ કરી પરંતુ ફરી ક્યારે શરૂ થશે તે કહેવું હાલમાં મુશ્કેલ
- બેંગલોરની ફ્લાઈટ તો પહેલાથી બંધ કરી દીધી છે, હાલમાં દિલ્હી અને પુણેની ફ્લાઈટ ચાલતી હતી.
ગો ફર્સ્ટ એરલાઈન્સે (Go First Airlines) સુરતથી દિલ્હી, બેંગલોર અને પુણે માટે ફ્લાઈટ શરૂ કરી હતી. બેંગલોરની ફ્લાઈટ તો પહેલાથી બંધ કરી દીધી છે. હાલમાં દિલ્હી અને પુણેની ફ્લાઈટ ચાલતી હતી. હવે 1 જુલાઈથી દિલ્હી અને પુણે બંને શહેરોની ફ્લાઈટ સસ્પેન્ડ કરી દીધી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટના મેમ્બર સંજય જૈને જણાવ્યું હતું કે બંને ફ્લાઈટ 1 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી સસ્પેન્ડ રહેશે. એરલાઈન્સે માત્ર ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ સસ્પેન્ડ રહેશે એવું જણાવ્યું છે.
રાંદેરની પ્રસિદ્ધ જૈન હવેલી જેવા સુરત એરપોર્ટના સૂચિત ફ્રન્ટ એલિવેશન માટે કોન્ટ્રાક્ટ અપાયો
સુરત: સુરત એરપોર્ટ પર ફ્રન્ટ સાઇડ એલિવેશન માટે એરપોર્ટ ઓથોરીટીએ 18.59 કરોડ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આ એલિવેશન આગામી ત્રણ મહિનામાં બનાવવાનું છે. હવેલીને મળતો આવે તેવો એરપોર્ટનો પીક એન્ડ ડ્રોપ એરિયા 18.59 કરોડના ખર્ચે તૈયાર કરાશે. ફ્રન્ટ સાઈડ એલિવેશનનું કામ આગામી ત્રણ મહિનામાં પુર્ણ કરવાનું રહેશે.
સુરત એરપોર્ટ પર ફ્રન્ટ સાઇડ એલિવેશન માટે રાંદેરના પ્રસિદ્ધ જૈન દેરાસરની હવેલીની કોપી કરવામાં આવી હોય હાલ એવું લાગી રહ્યું છે. એરપોર્ટના પિક અપ એન્ડ ડ્રોપ એરીયા માટે આ હવેલીને મળતું આવે એવું એલિવેશન બનાવવામાં આવનાર છે. તે માટેની તમામ પ્રક્રિયા ચાલી રહી હતી. ઓથોરિયીએ ટેન્ડર દ્વારા 18.59 કરોડ રૂપિયામાં કોન્ટ્રાક્ટ પણ આપી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ આ ફ્રન્ટ સાઈડ એલિવેશનનું કામ આગામી ત્રણ મહિનામાં પુર્ણ કરવાનું રહેશે.