સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે. દંપત્તિને બે દિકરીઓ (Daughter) હોવાથી પુત્રની ઇચ્છા ધરાવતા આ દંપત્તિએ પડોશમાં (Neighbor) રહેતા 3 વર્ષના બાળકનું અપહરણ (Kidnapping) કરી લઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- પાંડેસરામાં બે દિકરીઓ હોવાથી દંપત્તિ પડોશમાં રહેતા 2 વર્ષના બાળકનું અપહરણ કરી લઈ ગયા
- દંપત્તિએ અગાઉ બે વખત બાળક વેચવું છે તેવું પુછ્યું પણ હતુ
- પાંડેસરા પોલીસે દંપત્તિને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વડોદ ખાતે રહેતા દંપત્તિને સંતાનમાં એક 6 વર્ષની બાળખી અને 2 વર્ષનો બાળક છે. તેમના બાળકનું 15 ઓક્ટોબરે પડોશમાં રહેતા જીતેન્દ્ર શાવ અને તેની પત્નીએ અપહરણ કરી લઈ ગયા છે. 15 તારીખે મહિલા કપડા ધોતી હતી ત્યારે પડોશમાં રહેતો જીતેન્દ્ર શાવ અને તેની પત્ની ઘરે આવ્યા હતા. અને બાળકને નહવડાવવા માટે લઈ ગયા હતા. નહવડાવી કપડા પહેરાવી તૈયાર કર્યા હતા. બાદમાં બાળકને સાથે લઈને જઈએ છીએ બે કલાકમાં આવી જઈશું તેમ કહીને લઈને ગયા હતા. બે કલાક પછી તેઓ પરત નહી આવતા તેમને ફોન કર્યો તો ફોન બંધ આવતો હતો. બાદમાં પોલીસમાં જાણ કરતા પોલીસમાં જાણ કરી હતી. આ દંપત્તિએ અગાઉ બે વખત મજાકમાં તારો દિકરો વેચવાનો છે? અમે રાખા તૈયાર છે તેમ કહ્યું હતું. અને બાળકને સાથે લઈ જઈ તેઓ પણ ગાયબ થતા લઈ ગયા હોવાની શંકા છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઉધનામાં પરિવાર એક કલાક માટે બહાર ગયો ને એટલીવારમાં તસ્કરો 1.35 લાખનો હાથફેરો કરી ગયા
સુરત: ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ત્રણ રસ્તા પાસે ઉડીપી હોટલની પાસે આવેલી શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા રત્નેશ્વરકુમાર સિંહ ઉર્ફે વિકાસ સિંઘ શત્રુઘ્ન સિંહ ગતરોજ બપોરે એક કલાક માટે પરિવાર સાથે કામ અર્થે બહાર ગયો હતો. ત્યારે અજાણ્યા ચોરે તેમના બંધ ફલેટની નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ ફલેટના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી રોકડા રૂપિયા 20 હજાર અને દાગીના મળી કુલ 1.35 લાખની મત્તા ચોરી ગયા હતા. એક કલાક પછી રત્નેશ્વરકુમાર ઘરે પરત આવતા તેને ચોરીની જાણ થઈ હતી. આ અંગે ઉધના પોલીસના જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.