સુરત: (Surat) ડીંડોલીના બંધ પડેલા આવાસોમાં દારૂના (Alcohol) અડ્ડા ખોલવાની પરમીશન ડીંડોલી પોલીસ દ્વારા આપી દેવામાં આવી હોય તે રીતે દારૂના અડ્ડા ખુલી ગયા હતા. ડીંડોલી પોલીસની આ પોલને સ્ટેટ વિજીલન્સ (State Vigilance) દ્વારા ખોલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડીંડોલીમાં 100 કરતા વધારે નાના મોટા દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે. તેમાં 11000નો દારૂ તથા 2.25 લાખની મત્તા પકડવામાં આવી છે. સ્ટેટ મોનેરેટીંગ સેલ દ્વારા સ્થળ પરથી (1) શ્યામરાવ ભાવરાવ પાટીલ (2) રાજેન્દ્રબાઇ કૈલાશભાઇ પાટીલ ઉ. વર્ષ 47 (3) મીલનશંકર શિંદે, ઉ. વર્ષ 21 (4) રૂષિકેશ ઉર્ફે વિકી જ્ઞાનેશ્વર આહીર ઉ. વર્ષ 22 (5) દિગ્મબર (6 બેબીબેન ઉર્ફે શંકર અન્ના શિંદે (7) ભૂપેન્દ્ર મુરલીધર સોનવણેની ધરપકડ કરવામાં આવી હતી.
ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 11000નો દારૂ તથા 2.25 લાખની મત્તા પકડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉધનામાં સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા અગાઉ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં સ્થાનિક ડી-સ્ટાફનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દરમિયાન જયદીપ નામનો કોન્સ્ટેબલ ડીંડોલી અને ઉધનાનો એક સાથે વહીવટ કરતો હોવાની વિગતો ચર્ચાઇ રહી છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરે તો આ બે પોલીસ સ્ટેશનોની તમામ વિગતો જાણી શકાય તેમ છે.
પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ વેચનાર વેસુના સાંઈ રૂદ્રા મેડીકલના સંચાલકની ધરપકડ
સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતાં વેસુના સાઈ રૂદ્રા મેડીકલ સ્ટોર્સના સંચાલકની એસઓજી અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ તથા હેડકોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને વેસુ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ ડૉકટરના પ્રિસ્કિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને વેસુ ખાતે આગમ ઓર્ચીડ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન નં.૧ સાંઈ રૂદ્રા મેડીકલ ઉપર રેઈડ કરી હતી. મેડિકલ સ્ટોરના સંચાલક મિતુલ ભાસ્કર પવાર (રહે. ૯/૫૦૭, સુમનસાગર આવાસ વી.આઈ.પી.રોડ વેસુ) કોઇ પણ જાતના ડોકટરના પ્ર્રિસ્કિપ્શન વગર નશાયુક્ત દવા(ડ્રગ્સ) નું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરતો હતો. મેડિકલ પરથી પ્ર્રિસ્કિપ્શન વગર વેચાણ કરાતી કોડીફ્રી-ટી સીરપ બોટલ નંગ-૨૧ મળી આવી હતી.