SURAT

સુરત જિલ્લામાં દારૂની ટ્રકો ફરતી થઈ, કેટલાક કોન્સટેબલો શંકાના દાયરામાં પણ ઉચ્ચ અધિકારીઓ અજાણ!

સુરત: (Surat) સુરત જિલ્લામાં રેન્જ આઇજી પાંડિયન અને સ્થાનિક ડીએસપીઓની ખબર બહાર કેટલાક માથાભારે કોન્સટેબલો (Constable) દ્વારા દારૂની ટ્રકો ઉતારવામાં આવી રહી હોવાની ચર્ચા છેડાઇ છે. તેમાં નવસારીનો નિલેશ નામનો કોન્સ્ટેબલ હાલમાં આ મામલે વિવાદમાં છે. અગાઉ રેન્જ આઇજી દ્વારા બારોબાર દારૂની (Alcohol) ટ્રકોમાં થયેલા કરોડોની કટકીની તપાસ ડીવાયએસપી રૂપલ સોલંકીને સોંપવામાં આવી છે. તેમાં આ તપાસ ચાલુ છે. ત્યારે કેટલાક વિવાદીત કોન્સ્ટેબલો મહારાષ્ટ્રથી દારૂની ટ્રકોનુ પાયલોટીંગ કરી રહ્યા હોવાની વિગતોની ચર્ચા છેડાઇ છે. આ ઉપરાંત જે વિગત જાણવા મળી છે. વાંસદા અને ખેરગામનો વહીવટ કરતો આ કોન્સ્ટેબલ હાલમાં સુરત જિલ્લામાં દારૂની (Daru) ટ્રકો ઘૂસાડતા સુરત પોલીસ બેડામાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને ડફોળ બનાવાઇ રહ્યા હોવાની ચર્ચા પણ પોલીસ બેડામાં છે.

  • નવસારીનો સવાયો કોન્સ્ટેબલ નિલેશ રેન્જનો સર્વે સર્વા હોય તે રીતે કોઇને ગાંઠતો નથી
  • હાલમાં જ રેન્જ આઇજી દ્વારા કરોડોની થયેલી કટકીની ઇન્કવાયરી ડીવાયએસપી રૂપલ સોલંકીને સોંપાઇ

ફાયર સ્ટેશન માટે મનપાના અધિકારીઓ જગ્યો જોવા ગયો તો ત્યાં દારૂનો અડ્ડો ચાલતો હતો!

સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે પાંડેસરા વિસ્તારમાં મનપાના જ રિઝર્વેશન પ્લોટમાં દારૂનો અડ્ડો ઉધના ઝોનના અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસના કર્મચારીઓએ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો તેમજ મનપા દ્વારા બાકીનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે મનપાના ફાયર વિભાગના વડા ડે.કમિશનર ઉપાધ્યાય, ઉધના ઝોનના વડા એડિશનલ સિટી ઈજનેર ભગવાકર અને ઉધના ઝોનના કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ તેમજ સંબંધિત વિભાગ અને ફાયરના અધિકારીઓ પાંડેસરા વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી માટે પ્લોટની પસંદગી માટે સ્થળ વિઝિટ પર નીકળ્યા હતા. જેમાં પાંડેસરામાં બેંક ઓફ બરોડાની બાજુમાં કે જ્યાં મનપાનું પાંડેસરાનું જૂનું ફાયર સ્ટેશન હતું, જે હાલમાં ઉતારી પડાયું છે તે જ જગ્યા પર સ્થળ વિઝિટ માટે પહોંચ્યા હતા. આ પ્લોટ પર કેબિનો કરીને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. તેમજ લોકો સ્થળ પર જ દારૂ પીતા હતા. જે મનપાના અધિકારીઓ જોઈ જતાં તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશન માત્ર 5 મિનીટના અંતરે હોવા છતાં કોઈપણ પોલીસકર્મી કોલ કર્યાના 20 મિનીટ થઈ ગઈ હોવા છતાં હાજર ન થતાં મનપાના અધિકારીઓને ફરીવાર ફોન કરવો પડ્યો હતો અને પી.આઈ.ને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફે સ્થળ ઉપર આવી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને મનપાએ બાકીનું કેબિન વગેરેનું દબાણ દૂર કર્યું હતું.

Most Popular

To Top