SURAT

સુરતમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે બુટલેગરોએ આ રીતે દારૂની હેરાફેરી કરી

સુરત: (Surat) શહેરમાં થર્ટી ફર્સ્ટ (31st Party) માટે ટેમ્પોમાં પાણીના કેરબામાં પાણીની જગ્યાએ દારૂની (Alcohol) બોટલની હેરાફેરી કરનારાઓને પીસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. 31 મી ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી પહેલા શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પોલીસ (Police) દ્વારા દારૂનો જથ્થો ઘુસાડનારાઓની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગઈકાલે પીસીબી અને એસઓજી પોલીસને બે રાજસ્થાની યુવકો મીનરલ વોટર સપ્લાય કરવાની આડમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગઈકાલે વોચ ગોઠવી ગોડાદરા એસ.એમ.સી.ગાર્ડન પાસે થ્રી- વ્હિલર (GJ-05-CT-3094) ને અટકાવ્યો હતો. તેમાંથી અંબાલાલ ભુરાલાલ મેવાડા (ઉ.વ.34, રહે. ચંદ્રલોક સોસાયટી, પરવતગામ, લિંબાયત તથા મૂળ જી.રાજસમંદ, રાજસ્થાન) તથા દિનેશ જેઠમલ મેવાડા (ઉ.વ.25, રહે. વૈંકુંઠધામ સોસાયટી, ગોડાદર, સુરત તથા મુળ રાજસમંદ, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતાં. ટેમ્પામાં પાછળના ભાગે રાખેલ મીનરલ વોટર ભરવાના આઠ કેરબાઓ તપાસ્યા હતા. જેમાં સંતાડી રાખેલી 56 દારૂની બાટલીઓ જેની કિમત 29,120 રૂપિતા, મોબાઈલ ફોન તથા ટેમ્પો મળીને કુલ 1.39 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો મંગાવનાર તથા ભરી આપનારાઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. દારૂ મોકલનાર આરોપી પ્રભુલાલ ચત્રાજી મેવાડા (રહે. સાંઈનાથ સોસાયટી, ગુ.હા.બોર્ડ સચીન સુરતવાળાને ઝડપી પાડ્યો હતો.

ઓલપાડના લવાછામાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

પલસાણા: ઓલપાડના લવાછા ગામે બુટલગેરો વિદેશી દારૂ સગેવગે કરી રહ્યા હતા. એ સમયે એલસીબી પોલીસે રેડ કરી ઘટના સ્થળેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. અને 5.28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડના લવાછા ગામે આવેલા ખેતરાડી ફળિયામાં રહેતા બુટલેગરે પોતાના ઘરની સામે આવેલી ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ ભરેલી એક કાર મૂકી હતી અને આ વિદેશી દારૂનો જથ્થો તેઓ સગેવગે કરવાની પેરવીમાં હતા. જે અંગેની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળતાં રેડ કરી હતી. દરમિયાન ત્યાંથી બાતમી મુજબની કાર નં.(જીજે-05-સીકે-5385) મળી આવી હતી. અને તેમાંથી વિદેશી દારૂની તેમજ બિયરની કુલ 1860 નંગ બોટલ કિંમત રૂ.2,28,800 સાથે એક વ્યક્તિ શ્રેયાંશ ઉર્ફે સાગર મયૂર પટેલ (રહે., આડમોર, નિશાળ મહોલ્લો, તા.ઓલપાડ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.5,28,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર કિરીટ ઉર્ફે કાંચો ધીરૂભાઇ પટેલ (રહે.,લવાછા, ખેતરાડી ફળિયું, તા.ઓલપાડ) તેમજ આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મનહર મગનભાઇ પટેલ (રહે., આડમોર, નિશાળ મહોલ્લો, તા.ઓલપાડ)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top