SURAT

સુરત : આપના 27 કોર્પોરેટરો સામે રાયોટિંગનો ગુનો, 2 ની ધરપકડ 1 ની અટકાયત

સુરત પાલિકાની ( smc) શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ( election) આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી ( cross voting) હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ ( rioting) , સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.જેમાં તાત્કાલિક પોલીસે 2 કોર્પોરેટરોની ધરપકડ અને એક કોર્પોરેટર્ની અટકાયત કરી છે.

આ પ્રકરણમાં પોલીસે આપ ના બે કોર્પોરેટર (વોર્ડ નંબર 4ના ધમેન્દ્ર વાવલીયા અને 5ના એ.કે. ધામી)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે કોર્પોરેટર પાયલ સાકરીયાની તેની ઓફીસથી પોલીસ દ્વારા અટકાયત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે. જો આપના તમામ કોર્પોરેટરની ધરપકડ કરાય તો સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.

પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું. ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું.

કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં આપના ઉમેદવારની હારની ખબર પડતાં આપના કોર્પોરેટરોએ ભેગા મળી મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું. સિક્યુરિટી સ્ટાફ સામે અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરી કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, આ લોકોની ગુલામીથી કંઇ મળશે નહીં. તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશું.’

Most Popular

To Top