SURAT

સુરત ક્રિકેટ લીગ: પાર્થ ટેક્સે સુરત ટાઇટન્સને અને ડુમસ કલબે પટેલ સ્પોર્ટ્સને હરાવ્યું

સુરત: સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન આયોજિત, સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ‘ગુજરાતમિત્ર’નાં સહિયારા પ્રયાસોથી ચાલી રહેલી સુરત ક્રિકેટ લીગની શનિવારે રાતે રમાયેલી ટુર્નામેન્ટની બીજી મેચમાં પાર્થ ટેક્સએ સુરત ટાઇટન્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો.

  • રોનીત પટેલે 62 બોલમાં 77 રન અને પ્રિયેશ પટેલે માત્ર 41 બોલમાં 62 રન ફટકારી ટીમને જીત અપાવી

સુરત ટાઇટન્સે ટોસ જીતી બેટિંગ લેવાનો નિર્ણય લઇ 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતાં. આ સ્કોરનો પીછો કરતાં પાર્થ ટેક્સની ટીમે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 128 રન કર્યા હતા. આ મેચના મેન ઓફ ધ મેચ રહેલાં રોનીત પટેલે 62 બોલમાં 77 રન કર્યા હતાં. આજે સોમવારે પ્રથમ મેચમાં ડુમસ ક્રિકેટ ક્લબ સામે પટેલ સ્પોર્ટ્સ એસોસિએશને ટોસ જીતી 20 ઓવરમાં 6 વિકેટે 163 રન કર્યા હતાં. એનો પીછો કરતાં ડુમસ ક્રિકેટ કલબે 19.4 ઓવરમાં 166 રન કરી વિજય મેળવ્યો હતો. પ્રિયેશ પટેલે માત્ર 41 બોલમાં 62 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. મેન ઓફ ધ મેચ રહેલા પ્રિયેશ પટેલને સુરત પીપલ્સ બેંકના એમડી.ડો. જતીન નાયકનાં હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધવલ શાહ, ડો.નૈમેશ દેસાઈ, હર્ષિત સહજ ઉપસ્થિત રહ્યા હતાં. એસડીસીએનાં લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે બપોરે 3:15 અને સાંજે 7:30 કલાકે રોજ બે મેચ રમાડવામાં આવે છે. ગુજરાતનાં 40 ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમતા ખેલાડીઓને જોવાનો લ્હાવો લેવા પ્રેક્ષકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. ‘ગુજરાતમિત્ર’નાં ડિજિટલ પ્લેટફોર્મ પર બંને મેચનું રોજ જીવંત પ્રસારણ થાય છે.

Most Popular

To Top