SURAT

યુવકે સગી ફોઈની બે દિકરીઓ સાથે દુષ્કર્મ કરી વિડીયો અને ફોટો તેમના પિતાને બતાવી કરી આ માંગ

સુરત: (Surat) સિંગણપોર ખાતે રહેતા યુવકે ફોઈની દિકરીઓ સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં તેમની સાથેના વિડીયો (Video) અને ફોટો (Photo) બનાવી તેમના પિતાને (father) બતાવી 10 લાખની માંગણી કરી હતી. બંને બહેનોએ સિંગણપોરમાં મામાના દિકરા આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

  • યુવકે બે સગી ફોઈની દિકરીઓ સાથે દુષ્કર્મ કરી વિડીયો અને ફોટો પિતાને બતાવી વાયરલ કરતા ફરીયાદ દાખલ
  • ફુવાને બંને સાથેના બિભત્સ ફોટો બતાવી બદનામ કરવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી

સિંગણપોર વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરપ્રાંતિય યુવતી પરિવાર સાથે વર્ષ 2011 માં સુરત ખાતે રહેવા આવી હતી. એકાદ વર્ષ પછી તેના મામાનો દિકરો અમરનાથ ઉપેન્દ્રનાથ શુક્લા (ઉ.વ.૨૮ રહેવાસી- ઘર નંબર ૩૦૧ ધવલ પેલેસ મગનનગર સોસાયટી વિભાગ-૨, કતારગામ) પણ સુરત રહેવા આવ્યો હતો. બાદમાં બંને સાથે રહેતા હોવાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અને યુવતીએ મામાના દિકરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

આ દરમિયાન આરોપીએ યુવતીની 27 વર્ષીય મોટી બહેન સાથે પણ શરીર સંબંધ બાંધ્યો હતો. વેલેન્ટાઈનના આગલા દિવસે આરોપીએ યુવતીને મિત્રના ઘરે બોલાવી હતી. ત્યા તેની સાથે શરીર સંબંધ બાંધી વિડીયો અને ફોટો લીધા હતા. બાદમાં ફુલહાર પહેરીને પણ ફોટો પાડ્યા હતા. બાદમાં તેને આ અંગે કોઈને જાણ કરી તો બદનામ કરી નાખશે તેવી ધમકી આપી હતી. અને વોટ્સએપ મેસેજ કરી મળવા માટે બોલાવી હતી. તથા યુવતીઓના પિતાના મોબાઈલ નંબર પર બિભત્સ ફોટા મોકલી દસ લાખની માંગણી કરી હતી.

અમરોલીમાં માથાભારે હાસીમે પિતરાઈ ભાઈને જાહેરમાં ફટકારી વિડીયો વાયરલ કર્યો
સુરત: થોડા દિવસ પહેલાં જાહેરમાં તલવાર લઈ રખડતા અને લોકોને ધમકાવતા ગુંડાઓનો વીડિયો વાયરલ થયો હતો. તે વાત હજુ ભૂલાઈ નથી ત્યાં તો અમરોલીમાં લુખ્ખાઓ દ્વારા એક યુવકને જાહેરમાં લાકડાના ફટકાથી ફટકારી વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. અમરોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

જાણે પોલીસનો કોઈ ધાક જ નહીં હોય તેમ લુખ્ખાઓએ યુવકને ફટકારતા હોવાનો વીડિયો બિન્ધાસ્ત વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અમરોલીમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. અહીંના કોસાડ આવાસમાં એક યુવકને લાકડાના ફટકાથી જાહેરમાં માર મારવામાં આવ્યો છે. તેને મારતા હોવાનો વીડિયો પણ બનાવાયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવામાં આવ્યો છે.

માર મારનાર યુવક કોસાડ આવાસનો હાસીમ ઉર્ફે ભૈયા એહરાર શેખ (ઉ.વ.33) હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. અને ચાર દિવસ પહેલાનો વિડીયો હતો. ચાર દિવસ પહેલા તેનો ભાઈ સમજ જમવાની વાતને લઈને ઘરે તેની માતા સાથે બોલાચાલી કરતો હતો. ત્યારે તેના પિતરાઈ ભાઈ હાસીમે તેને ફટકાર્યો હતો. અમરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અને આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top