SURAT

‘પતિ લઈ જવા તૈયાર હોય તો પણ હું જવા સંમત નથી’, જીદે ચઢેલી સુરતની પરિણીતાને કોર્ટે સબક શીખવાડ્યો

સુરત (Surat) : પલસાણામાં પતિથી અલગ રહેતી પત્નીએ (Wife) તેના અને બાળકના ભરણપોષણ માટે કોર્ટમાં (Court) કરેલી અરજી ઉપર કોર્ટે પત્નીની અરજી નામંજૂર કરી પુત્રને દર મહિને 750 રૂપીયા ચુકવવા હુકમ કર્યો હતો.

  • પતિથી અલગ રહેતી પલસાણાની પરિણિતાની ભરણપોષણની અરજી નામંજૂર
  • પુત્રને માસિક રૂપિયા 750 ચુકવવા કોર્ટનો હુકમ

આ કેસની વિગત અનુસાર પલસાણા પાણીની ટાંકી પાસે રહેતા જયશ્રીબેન ચૌહાણે પતિ મનીષ ચૌહાણ (રહે. હરીનગર-3, પાંડેસરા) વિરૂદ્ધ ભરણપોષણની અરજી કરી હતી. પલસાણા કોર્ટમાં કરેલી અરજીમાં ભરણપોષણના રૂ.15 હજાર માંગવામાં આવ્યા હતા. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલતા પતિ તરફેના વકીલ કલ્પેશ ભામરે કરેલી ઉલટ તપાસમાં પત્નીએ એવું કબુલ રાખ્યું હતું કે, પતિ સાથે ક્યારેય ઝઘડો કે બોલાચાલી થઇ નથી. તેમજ પિત તથા સાસુ મારઝૂડ કરતા હોય તેવી સોગંદનામામાં લખાવેલ વાત ખોટી છે. તેમજ મારા પતિ હું જણાવું તે શરતોએ મને તેડી જવા તૈયાર હોય તો પણ હું જવા સંમત નથી. પલસાણા કોર્ટમાં ચાલેલા આ કેસમાં કોર્ટે પત્નીની અરજી નામંજૂર કરી પુત્રને ભરણપોષણના દર મહિને રૂ.750 ચુકવવા હુકમ કર્યો હતો.

શંકાશીલ પત્નીના ત્રાસથી પીડિત પતિની છુટાછેડાની અરજી કોર્ટે મંજૂર કરી
સુરત : ત્રણ વર્ષથી અલગ રહેતી પત્ની સાથે છુટાછેડાની પતિની અરજી કોર્ટે મંજૂર કરી હતી. આ ઉપરાંત પત્નીની કાયમી ભરણપોષણની અરજી રદ કરતો હુકમ કોર્ટે કર્યો હતો. આ કેસની વિગત અનુસાર લિંબાયત વિસ્તારમાં રહેતા ઘનશ્યામ શર્મા (નામ બદલ્યું છે)ના લગ્ન રાજસ્થાનના ભિલવાડા મુકામે રહેતી મૈત્રી શર્મા (નામ બદલ્યું છે) સાથે વર્ષ 2000માં થયા હતા. લગ્ન બાદ દંપતિ સુરત આવી ગયું હતું અને તેમના લગ્ન જીવન દરમિયાન બે સંતાનોનો જન્મ થયો હતો. જોકે ત્યાર બાદ પત્ની જુદા જુદા મુદ્દે પતિ સાથે રોજ ઝઘડો કરતી હતી તેમજ સાસરિયાઓની માન મર્યાદા જાળવતી ન હતી. પત્ની પતિ ઉપર ચારિત્ર્યને લઇ પણ શંકા કરતી હતી. વારંવાર પતિને આ મુદ્દે ત્રાસ આપવામાં આવતો હતો. દરમિયાન વર્ષ 2014માં પત્ની બંને બાળકો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. ત્રણ વર્ષથી પતિથી અલગ રહેતી પત્ની વિરૂદ્ધ પતિએ એડવોકેટ પ્રીતિ જી.જોષી મારફતે સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાની અરજી કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ અરજી મંજૂર કરી હતી તેમજ પત્નીની કાયમી ધોરણ ભરણપોષણ મેળવવાની અરજી રદ કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top