સુરત (Surat): લિંબાયતમાં રહેતા યુવકે સગીરાને લગ્નની (Marriage ) લાલચ આપીને અપહરણ (Kidnap) કર્યું હતું, આ યુવક સગીરાને પોતાના ઘરે લઇ આવ્યો હતો અને બે મહિના સુધી સતત બળાત્કાર (Rape) ગુજાર્યો હતો, સગીરાથી સહન નહીં થતા તે પોતાના પરિવાર પાસે જતી રહી હતી. ત્યાં બે દિવસ પહેલા ફરીવાર યુવકે સગીરાને લગ્ન કરવાનું કહીને હોટેલમાં લઇ જઇને સેક્સની (Sex) માંગણી કરતા ઝઘડો થયો હતો. બનાવ અંગે સગીરાએ યુવકની સામે ડિંડોલી પોલીસમાં ફરિયાદ (Police Complaint) આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કરી યુવકે બે મહિના સુધી બળાત્કાર ગુજાર્યો
- સગીરાથી સહન નહીં થતા પરિવાર પાસે જતી રહી, ફરીવાર યુવકે સેક્સની માંગણી કરતા ઝઘડો થયો
- સગીરાને હોટેલમાં લઇ જતા બંને વચ્ચે ઝઘડો થતા વચ્ચે પડેલા સ્ટાફની સાથે પણ યુવકે મારામારી કરી
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતમાં મદીના મસ્જીદની સામે પદ્માવતી સોસાયટીમાં રહેતો તૌફિક જહાંગીર પટેલે પોતાના વિસ્તારમાં જ રહેતી સગીરાને પોતાના પ્રેમજાળમાં (Love Trap) ફસાવી હતી. બે મહિના પહેલા તૌફિક સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો અને પોતાના મકાનમાં લઇ આવ્યો હતો. અહીં સગીરાની મરજી વિરુદ્ધ તેણીની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તૌફિક દરરોજ સગીરાની સાથે બળાત્કાર ગુજારતો હોવાથી સગીરા સહન કરી શકી ન હતી. આ બાબતે સગીરાએ ઝગડો કરીને ફરી પોતાના પરિવાર પાસે જતી રહી હતી, અને તૌફિકની ફરિયાદ કરી હતી.
જો કે, આ મામલો શાંત થઇ ગયા બાદ ફરીવાર બે દિવસ પહેલા તૌફિકે સગીરાને લગ્ન કરવાનું કહીને ભાગી જવા માટે કહ્યું હતું. તેઓ બંને લિંબાયતમાં આવેલી એક ઓયો હોટેલમાં (Oyo Hotel) ગયા હતા, ત્યાં સગીરાએ તૌફિકને હોટેલમાં શા માટે લાવ્યો..? તેમ પુછ્યું હતું. સામેથી તૌફિકે સગીરાને શરીરસંબંધ બાંધવાનું કહ્યું હતું. પરંતુ સગીરાએ સ્પષ્ટ ના પાડી દેતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. ઓયો હોટેલમાં જ બંનેના ઝઘડાને લઇને હોટેલનો સ્ટાફ વચ્ચે પડ્યો હતો, ત્યારે તૌફિકે હોટેલ સ્ટાફની સાથે પણ મારામારી કરી હતી. આ બાબતે પોલીસ કંટ્રોલમાં ફોન કરવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ડિંડોલી પોલીસે આરોપી તૌફિકની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.