SURAT

સુરતમાં પાલિકાના અધિકારીને કોર્પોરેટરના ફોન નહીં ઊંચકવાની મળી આવી સજા

સુરત: વરાછા ઝોન-એ માં ફરજ બજાવતા ડેપ્યુટી એમઓએચ ડો. એ. પી. ભટ્ટ ની અચાનક જ ઉધના ઝોન-બી માં બદલી કરી દેવાતા અનેક તર્ક-વિતર્કો ઉઠ્યા છે.

  • વરાછા-એ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ભટ્ટની ઉધના ઝોન-બીમાં બદલી
  • ડો.દુધવાલા કે જેઓ પાસે ઉધના ઝોન-એ અને ઉધના ઝોન-બી બંનેનો ચાર્જ હતો અને હવે તેઓને ઉધના ઝોન-એ નો સંપુર્ણ હવાલો સોંપવામાં આવ્યો છે.

એવી પણ ચર્ચા છે કે, ડો. ભટ્ટની સામે શાસક અને વિપક્ષના કોર્પોરેટરો દ્વારા ફોન નહી રિસીવ કરતા હોવાની ફરીયાદો ઉઠી હતી. જ્યારે ઉધના ઝોન-બી ના ડેપ્યુટી એમઓએચ ડો. દૂધવાલાને ઉધના ઝોન-એ નો સંપુર્ણ હવાલો સોંપવામાં આવ્યો છે. મનપા કમિશનર દ્વારા ત્રણ ડેપ્યુટી એમઓએચની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. વરાછા-એ ઝોનમાં એ. પી. ભટ્ટની જગ્યાએ કોરોના કાળ દરમિયાન આરોગ્ય વિભાગની કોર ટીમમાં સારી કામગીરી કરનાર ડો. પ્રકાશ પટેલને મુકવામાં આવ્યા છે જ્યારે ડો.દુધવાલા કે જેઓ પાસે ઉધના ઝોન-એ અને ઉધના ઝોન-બી બંનેનો ચાર્જ હતો અને હવે તેઓને ઉધના ઝોન-એ નો સંપુર્ણ હવાલો સોંપવામાં આવ્યો છે.

સુરત મનપાના વધુ એક મહિલા કાર્યપાલક ઈજનેરે રાજીનામું મુકી દીધું
સુરત: સુરત મનપામાંથી અધિકારીઓના એક પછી એક અધિકારીઓના રાજીનામાથી ચર્ચાનું બજાર જોરમાં છે. સુરત મહાનગરપાલિકાની સ્લમ અપગ્રેડેશન વિભાગમાં કામગીરીનો બોજો કે પછી રાજકીય દબાણના કારણે અધિકારીઓ હવે આ વિભાગમાં કામગીરી કરવા રાજી નથી તેવી પ્રતિતી થઈ રહી છે. એક સમયે આ વિભાગમાં કામ કરવા માટે અધિકારીઓની હોડ જામતી હતી. પરંતુ હવે સ્લમ અપગ્રેડેશન વિભાગના કાર્યપાલક ઈજનેર તૃપ્તિ કળથિયાએ રાજીનામું મુકતા જ મનપા પરિસરમાં ઘણી ચર્ચાઓ ઉઠી હતી.

ગોતાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રકરણના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જયમલાણીને ડી-ગ્રેડ કર્યા બાદ મનપા કમિશનર દ્વારા સ્લમ અપગ્રેડેશન વિભાગમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા અને હાલ કાર્યપાલક ઇજનેર તરીકે આ વિભાગમાં ફરજ બજાવતાં તૃપ્તિ કળથિયાએ અહીંની કામગીરીથી કંટાળીને સ્વૈચ્છિક રાજીનામાનો પત્ર મનપા કમિશનરને આપ્યો હતો. હાલમાં તૃપ્તિ કળથિયાએ સ્વૈચ્છિક રાજીનામાં પત્રમાં અંગત કારણ આપ્યું છે પરંતુ રાજીનામા પાછળ કનડગતનું કારણ પણ ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top