SURAT

સુરતની સાંકડી ગલીઓમાં આગ લાગે ત્યારે શું કરવું? પાલિકાએ શોધી કાઢ્યો રસ્તો

સુરત: (Surat) સુરત મનપાના ફાયર વિભાગને (Fire Department) તક્ષશિલા અગ્નિકાંડ બાદ વધુમાં વધુ અદ્યતન બનાવવા માટે શ્રેણીબંધ પગલાઓ લેવાયા છે. ત્યારે હવે સુરત મનપાના ફાયર વિભાગમાં હવે અત્યાધુનિક રોબોટિક ફાયર મશીન પણ સામેલ કરાયું છે. આ મશીન ૧.૪૨ કરોડના ખર્ચે વસાવાયું છે. આ રોબોટીક મશીનની (Robotic Machine) વિશેષતા એ છે કે તેની સાઇઝ એવી રીતે ડીઝાઇન થઇ છે કે તે સાંકડીગલીઓ અને સોસાયટીઓમાં અંદરના ભાગે જઇને આગ ઓલવવાની તેમજ અંદરની સ્થિતિની માહિતી બહાર ઉભેલા અધિકારીઓને આપી શકે છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ખરીદવામાં આવેલા આ અત્યાધુનિક મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેનું ડેમોસ્ટ્રશન પણ કરવામાં આવ્યું હતું.

  • શહેરની સાંકડી ગલીમાં લાગેલી આગ ઓલવવામાં હવે રોબોટ મદદ કરશે
  • સુરત મનપાના ફાયર વિભાગમાં રોબોટિક મશીનનો વિધિવત સમાવેશ
  • મનપાએ ખરીદેલા ૧.૪૨ કરોડના રોબોટિક ફાયર મશીનનું કિલ્લાના મેદાનમાં ડેમોસ્ટ્રેશન કરાયું
  • આ મશીન આગના સ્થળની અંદરની માહિતી બહાર ઉભેલા અધિકારીઓને આપશે

આ રોબોટની છે અનેક ખાસિયત
ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું કે, આ રોબોટની ખાસિયત એ છે કે, આમાં એક મોનીટર છે. મોનીટરનું ડિસ્ચાર્જ 4 હજાર લિટર પર મિનીટ છે. 210 મીટર સુધી રિમોટથી ફાયર ફાઈટીંગ કરી શકાશે. આમાં બે કેમેરા લગાવામાં આવ્યા છે. એક થર્મલ કેમેરો પણ છે. જેથી કોઈ રાત્રીના સમયે કે, ધુમાડામાં ફસાયું છે કે, તેની માહિતી પણ મેળવી શકાશે. આ રોબોટિક મશીનની કિંમત 1.42 કરોડ છે. આ મશીનની અંદર જનરેટર પણ છે. અને તેનું 8 કલાકનું બેકઅપ પણ છે. જેથી હવે આ રોબોટિક ફાયર મશીન આગામી સમયમાં સુરત ફાયર વિભાગ માટે મહત્વનું અંગ સાબિત થશે.

મનપા સંચાલિત સ્વીમીંગ પુલ 100 ટકા હાજરી સાથે શરૂ
સુરત: કોરોનાની બીજી લહેરમાં તમામ જાહેર સ્થળો પર મનપા દ્વારા પ્રતિબંધ લાગુ કરાયો હતો. પરંતુ ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઘટતા જાહેર સ્થળોએ 50 ટકા હાજરી સાથે પ્રવેશ શરૂ કરાયો હતો. પરંતુ હવે કોરોનાની ત્રીજી લહેર બાદ કોરોનાનું સંક્રમણ હળવું થતા જ તમામ જાહેર સ્થળો 100 ટકા હાજરી સાથે ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે. મનપા સંચાલિત તમામ ગાર્ડનો પણ કોરોના પહેલા રાબેતા સમય મુજબ શરૂ કરી દેવાયા છે. 2 એપ્રિલથી મનપા સંચાલિત તમામ સ્વીમીંગ પુલ 100 ટકા હાજરી સાથે શરૂ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ શરૂ થતા જ તમામ જાહેર સ્થળોમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. અને કોરોનાની બીજી લહેર હળવી થતા તમામ જાહેર સ્થળોએ 50 ટકા હાજરી આપવામાં આવી હતી. પરંતુ સ્વીમીંગ પુલમાં 60 વયથી વધુના લોકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. અને હવે સ્વીમીંગ પુલમાં 100 ટકા હાજરી સાથે તમામને પ્રવેશ આપવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે.

Most Popular

To Top