SURAT

એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનો માટે ગ્રીન કોરિડોર બનાવવા ફીઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાશે

સુરત: (Surat) સુરતમાં જ્યારે ઈમરજન્સી હોય અને જો તે સમયે પીક સમય હોય તો ટ્રાફિકનું (Traffic) ભારણ નડે છે. માનવજીવનની સુરક્ષા માટે આ બંને પ્રકારના વાહનો માટે ઝડપ અનિવાર્ય હોવાથી મહાપાલિકા દ્વારા ITCS એટલે કે ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમના ઉપયોગથી આવા વાહનો માટે ઇમરજન્સી સમયે ગ્રીન કોરિડોર પ્રસ્થાપિત કરી શકાય, અને ઈમરજન્સી વાહનોને ઝડપથી નિયત સ્થળે પહોચાડવાનું આયોજન કરી શકાય એ માટે પણ ફીઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન બજેટમાં કરાયું છે.

નવા વિસ્તારોને વિકસાવવા માટે 4613 કરોડ જોઈશે, બજેટમાં 996 કરોનડી ફાળવણી
સુરત: સુરત મહાપાલિકામાં સને 2020માં સમાવિષ્ટ નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર અંદાજીત રૂપિયા 4613 કરોડના ખર્ચો કરવામાં આવશે. જેની સામે આ બજેટમાં 996.61 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજીત રૂ. ૪૬૧૩ કરોડનું આયોજન જે પૈકી વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજીત રૂ. ૮૭૮ કરોડની ફાળવણી.
  • ડ્રેનેજ સિસ્ટમ માટે તબક્કાવાર અંદાજીત રૂ. ૯૯૨ કરોડના ખર્ચ પૈકી અંદાજીત રૂ. ૨૮૩ કરોડની ફાળવણી. (૧૬૭% વધારો – ૧૭૭ કરોડ, સિક્વન્શિયલ બેચ રિએકટર ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ પમ્પીંગ સ્ટેશન, ડ્રેનેજ નેટવર્ક તથા રાઈઝીંગ મેઈનના કામો)
    •- રોડ બનાવવાનાં કામ માટે તબક્કાવાર અંદાજીત રૂ. ૬૭૦ કરોડના ખર્ચ પૈકી અંદાજીત રૂ.૧૬૮ કરોડની ફાળવણી (૧૪૧% વધારો – ૯૮ કરોડ)
    •- સતત પાણી પુરવઠો પુરો પાડવા માટે તબક્કાવાર અંદાજીત કુલ રૂા.૨૫૮૬.૧૯ કરોડના પ્રોજેક્ટસ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂા.૩૬૦.૬૯ કરોડની ફાળવણી
    •(૧૪% નો વધારો – રૂ. ૪૪ કરોડ, ઇન્ટેક વેલ , ફ્રેંચવેલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ટાંકી, ઓવરહેડ ટાંકી, ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની કામગીરી માટે)
    •- સ્ટ્રીટ લાઇટ સુવિધા માટે તબક્કાવાર રૂ. ૩૩ કરોડના ખર્ચ પૈકી રૂ. ૧૩ કરોડની ફાળવણી (૮૪%નો વધારો – ૬ કરોડ)
    •- અંદાજીત ૨૭ કરોડના ખર્ચે જાહેર પરિવહન સુવિધા

નવા વિસ્તારોમાં બે નવા ફ્લાય અને રેલવે ઓવર બ્રિજ બનશે

  • ડીંડોલી ખરવાસા રોડને ક્રોસ કરતા કરડવા – ડીંડોલી રોડ પર કેનાલને સમાંતર મધુરમ સર્કલ પાસે ફલાયઓવર બ્રિજ માટે રૂ. ૧. ૩૦ કરોડની જોગવાઇ
    •- ટી.પી. સ્કીમ ૪૬ (ગોથાણ)માં DFCC રેલ્વે લાઈન ઉપર રેલ્વે અન્ડર બ્રિજ ૭-બી માટે રૂ. ૧.૭૦ કરોડની જોગવાઈ

નવા વિસ્તારોમાં ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્લાન અમલમાં મુકાશે

  • નવા વિસ્તારોમાં શિક્ષણની સુવિધા માટે ઇન્ટીગ્રેટેડ એજયુકેશન ડેવલોપમેન્ટ પ્લાન
    •- શિક્ષણ માટે Integrated EducationDevelopment Plan માટે ૭૮ કરોડનું આયોજન
    •- વિસ્તારો માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે શહેરી આરોગ્ય કેન્દ્ર / ૫૦ બેડ હોસ્પિટલની સુવિધા
    •- ૧૦૧ આંગણવાડી કેન્દ્રોનું સુદૃઢીકરણ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ પ્લાન
    •- આંગણવાડી, સિવીક સેન્ટર, પે એન્ડ યુઝ ટોઈલેટ, ઝોન વહીવટી ભવન, ઢોર ડબ્બા, ફાયરસ્ટેશન વિગેરે કામો માટે અંદાજીત રૂ. ૫૦કરોડના ખર્ચ પૈકી અંદાજીત રૂ. ૭ કરોડની ફાળવણી
    •- ગામતળનો વિકાસ કરવાનાં કામ માટે રૂ. ૧૭ કરોડનાં ખર્ચ પૈકી રૂ. ૧.૭૦ કરોડની ફાળવણી
    •- નવા વિસ્તારમાં તબક્કાવાર ૫ ટી.પી. સ્કીમોનું આયોજન

નવા વિસ્તારોમાં 50 બેડના શહેરી આરોગ્ય કેન્દ્રો ઊભા કરાશે
નવા વિસ્તારોમાં વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ડ્રેનેજ સિસ્ટમો અને રોડ બનાવવાના કામ ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. ખાસ કરીને પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઈટ માટે પણ કામગીરી કરવામાં આવશે. ઇન્ટીગ્રેટેડ એજ્યુકેશન ડેવલોપમેન્ટ નવા વિસ્તારોની અંદર શિક્ષણ આપવા માટે અમલમાં લાવવામાં આવશે. નવા વિસ્તારમાં 50 બેડના શહેરી આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવશે. જેની પાછળ 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 101 આંગણવાડી કેન્દ્રને વધુ સુદ્રઢ કરવામાં આવશે. આંગણવાડી માટે પણ ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top