સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી, દડંક ભાવનાબેન સોલંકી સહિતના કોપોઁરેટરોની (Corporator) સામાન્ય સભામાં હાજરી આપે તે પહેલા જ મહાનગરપાલિકા કચેરી ખાતે થી પોલીસે ધરપકડ (Arrest) કરી લીધી છે. પાલિકામાં વિપક્ષા 27 કોર્પોરેટરો વિરૂદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયલ ગુના સંદર્ભે ધરપકડ કરવામાં આવતા વિપક્ષ રોષે ભરાયું છે. એટલું જ નહીં વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પાલિકાની સામાન્ય સભામાં (Samanya Sabha) વિરોઘ પક્ષના વિરોધ અને જવાબથી બચવા ભાજપના ટોચના નેતાઓએ પોલીસ પર દબાણ ઉભુ કરાવી કોર્પોરેટરોની ધરપકડ કરાવી છે.
સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભાની બેઠક 450 દિવસ બાદ પ્રથમ વખત મહાનગર પાલિકાના મુખ્ય મથકના સરદાર પટેલ સભાગૃહ ખાતે સોમવારે યોજાઈ છે. હવે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે તેમજ મોટા ભાગના નગર સેવકો તેમજ મનપાના કર્મચારીઓએ વેક્સિન મુકાવી લીધી હોય સંક્રમણ ફેલાવોનો ભય ઘટતા સોમવારે નવી ટર્મના નગર સેવકોની સામાન્ય સભા પ્રથમ વખત સરદાર હોલ ખાતે યોજાઈ છે. જો કે શુક્રવારે જ યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં જે રીતે શાસક અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું અને ચૂંટણીમાં સમજુતી તોડીને શાસકોએ વિપક્ષને પછડાટ આપી છે. તેનો ઘા હજુ તાજો જ છે. વિપક્ષ ગીન્નાયેલો છે તેથી ભારે હોબાળો આ સામાન્ય સભામાં પણ થાય તેવી શકયતા વચ્ચે પોલીસે સામાન્ય સભા ખંડમાં પ્રવેશે તે પહેલાં જ આપના કોર્પોરેટરોની ધરપકડ કરી લીધી છે.
સુરત મનપા ખાતે મોટા પ્રમાણમાં પોલીસ બંદબોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરા-છાપરી જે રીતે મનપામાં ધમાલ થઇ રહી છે. તેમાં મનપાનો સિક્યુરિટી વિભાગ સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. તેથી શાસકોને મનપાની સિક્યુરિટીનો ભરોસો રહ્યો નથી. ત્યારે પોલીસે કરેલી ધરપકડને પગલે વિપક્ષે પાલિકા કચેરીની બહાર હાય રે ભાજપ હાય હાય.. ઇન્કલાબ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા.
પાલિકા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી, દડંક ભાવનાબેન સોલંકી સહિતના કોપોઁરેટરોની સામાન્ય સભામાં હાજરી આપે તે પહેલા જ મહાનગરપાલિકા કચેરી ખાતે થી પોલીસે ધરપકડ કરી લીધી હતી. જેને કારણે ગુસ્સે ભરાયેલા વિપક્ષે ભાજપ પર આક્ષેપ લગાવ્યો હતો કે શિક્ષણ સમીતીની ચુંટણીમાં મેયર શ્રી અને ભાજપ શાસકો દ્વારા કરાયેલ ગોટાળા બાબતે વિરોઘ પક્ષના વિરોધ અને જવાબથી બચવા ભાજપના ટોચના નેતાઓએ આ કારસ્તાન કર્યું છે.
જણાવી દઈએ કે સોમવારે સવારે જ આપના મહિલા કોર્પોરેટર પાયલ સાકરીયાની તેમની ઓફીસથી પોલીસ દ્વારા અટકાયત કરી તેઓને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યારે વોર્ડ નં:૪ ના નગરસેવક ઘમેન્દ્ર સાવલીયા અને વોર્ડ નં:૫ ના નગરસેવક કે.કે.ધામીની લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુના સંદભેઁ લાલગેટ પોલીસ દ્વારા તેમના ધરેથી ધરપકડ કરાઈ હતી.