સુરતમાં કોરોનાની પીક આવી ગઈ હોવાની સંભાવના સાચી પડી રહી છે, હવે કેસ ઘટી રહ્યાં છે

સુરત: (Surat) સુરતમાં કોરોનાની પીક (Peak of Corona) આવી ગઈ હોવાની વ્યક્ત કરાયેલી સંભાવના જાણે સાચી પડી રહી હોય તેમ સતત ત્રીજા દિવસે શહેરમાં કોરોનાના કેસમાં (Case) ઘટાડો નોંધાયો હતો. જેને પગલે તંત્રએ રાહત અનુભવી હતી. તા. 18 મી જાન્યુઆરીએ શહેરમાં રેકોર્ડબ્રેક 3563 કેસ નોંધાયા હતા. અને ત્યારબાદ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને શુક્રવારે સીધા 1439 કેસ ઘટીને 2124 કેસ નોંધાયા હતા. અને શહેરમાં કુલ કેસનો આંક 1,51,301 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2336 દર્દીઓ સાજા થવાની સાથે રિકવરી રેટમાં (Recovery Rate) પણ આંશિક વધારો થયો છે અને 83.94 ટકાએ પહોંચ્યો છે.

તા.1લી જાન્યુ.થી કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ હતી
શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત 1 જાન્યુઆરીથી થઈ હતી. શહેરમાં 1 જાન્યુઆરીએ 156 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ કેસમાં સતત વધારો નોંધાયો હતો. અને 18 મી જાન્યુઆરીએ શહેરમાં કોરોનાના કેસ 3553 પર પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ સતત 3 દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

વરાછાની તાપી કોલેજમાં 4 કેસ આવતા કોલેજ બંધ કરાવાઈ
વરાછા ઝોનમાં આવેલી તાપી કોલેજમાં કુલ 3 વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પોઝીટીવ આવતા મનપા દ્વારા આ કોલેજ બંધ કરાવવામાં આવી હતી. તેમજ 5 વ્યક્તિઓ વરાછા ઝોન-બી ના કથોર વિસ્તારના નવુ ફળિયુમાં નોંધાયા હતા. જેથી આ સોસાયટીને ક્લસ્ટર કરવામાં આવી છે.

વધુ 27 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં
શહેરમાં વધુ 27 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. જેથી ડી પી એસ શાળા, એસ વિ એન આઈ ટી કોલેજ, એસ ડી જૈન શાળા, ભૂલકા વિહાર શાળા, લાન્સર આર્મી શાળા, સેવન્થ ડે શાળા,શારદાયતન શાળા, ગજેરા શાળા, વિવેકાનંદ કોલેજ, સ્વામીનારાયણ ગુરુકુળ શાળા, પી પી સવાણી શાળા તથા અન્ય શાળાઓ તથા કોલેજના જે તે વર્ગ બંધ કરાવાયા હતા. અને શાળા તથા કોલેજમાં કુલ 378 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરાયું હતું.

  • ઝોનવાઈઝ કેસ
  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 108
  • વરાછા-એ 186
  • વરાછા-બી 130
  • રાંદેર 593
  • કતારગામ 227
  • લિંબાયત 156
  • ઉધના-એ 126
  • ઉધના-બી 24
  • અઠવા 574

Most Popular

To Top