સુરત: શહેરમાં હાલ કોરોનાનું (Corona) સંક્રમણ સ્થિર છે. દરરોજ 50ની આસપાસ કેસ (Case) નોંધાઈ રહ્યા છે. પરંતુ ગંભીર કેસ નોંધાઈ રહ્યા નથી તેમજ છેલ્લા 5 મહિનાથી શહેરમાં કોરોનાથી મોત (Death) પણ નોંધાયા ન હતા. પરંતુ ગુરૂવારે કોરોનાથી એક મોત નોંધાયું હતું. છેલ્લે શહેરમાં 7 ફેબ્રુઆરી 2022ના દિવસે કોરોનાથી 2 મોત નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ 52 કેસ નોંધાયા હતા અને હાલ કુલ કેસની સંખ્યા 1,64,653 પર પહોંચી છે તેમજ વધુ 1 મોત નોંધાવવાની સાથે કુલ મૃત્યુઆંક 1682 પર પહોંચ્યો છે. ભટાર રોડ પર 70 વર્ષના પુરૂષનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. હાલ હોસ્પિટલમાં 18 દર્દી સારવાર લઈ રહ્યા છે અને એક્ટિવ કેસની સંખ્યા 446 પર પહોંચી છે.
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનામાં બેનાં મોત, નવા 816 કેસ નોંધાયા
ગાંધીનગર : રાજ્યમાં ધીમી ગતિએ કોરોના આગળ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી અમદાવાદ મનપામાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યમાં વધુ નવા 816 કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ નોંધાવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 5168 થઈ છે. જેમાંથી 10 લોકો વેન્ટિલેટર પર છે. બીજી તરફ આજે 745 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 10,956 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ 312, મહેસાણામાં 56, સુરત મનપામાં 52, વડોદરા મનપામા 51, વડોદરા ગ્રામ્યમાં 40, રાજકોટ મનપામાં 36, સુરત ગ્રામ્યમાં 25, કચ્છમાં 24, પાટણ, વલસાડમાં 21, ગાંધીનગર મનપામાં 20, ભાવનગર મનપામાં 18, આણંદમાં 16, ભરૂચમાં 15, રાજકોટ ગ્રામ્યમાં 13, અમરેલીમાં 12, જામનગર મનપા, નવસારીમાં 11, મોરબીમાં 10, બનાસકાંઠામાં 8, પોરબંદરમાં 7, અમદાવાદ ગ્રામ્યમાં 6, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર ગ્રામ્યમાં 5, ખેડા, સુરેન્દ્રનગરમાં 3, ભાવનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય, સાબરકાંઠા, તાપીમાં 2, ગીર સોમનાથ, પંચમહાલમાં એક કેસ નોંધાયો છે. વધુ મળતી માહિતી અનુસાર રાજયમાં ગુરૂવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 2.10 લાખ લોકોનું રસીકરણ કરાયું હતું.
જેમાં 12 થી 14 વર્ષ સુધીના 1880 બાળકોને રસીનો પ્રથમ ડોઝ, તથા 3755 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18 વર્ષ થી વધુ ઉમરના 1461 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 18 વર્ષ થી વધુ ઉંમરના 3845 લોકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષ સુધીના ઉમરના 217 યુવક – યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 661 યુવકો – યુવતીઓને રસીનો બીજો ડોઝ જ્યારે 24247 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. તેમજ 18 થી 59 વર્ષના 1,74,557 લોકોને પ્રીકોશન ડોઝ પાયો છે. આ રસીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 11,30,42,755 લોકોને રસી અપાઈ છે.