સુરત: (Surat) ઓમીક્રોનની વધી રહેલી દહેશત વચ્ચે શહેરમાં કોરોનાનું સંક્રમણ (Transition) ફરીથી વધી રહ્યું છે. કોરોનાની (Corona) બીજી લહેર પૂર્ણ થતા શહેરીજનોએ જે બેદરકારી દાખવી છે તેનું પરિણામ દેખાઇ રહયું હોય તેમ ફરી રોજે રોજના કેસો બેકી સંખ્યા પર પહોંચી ગયા છે. ત્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓ નોંધાયા છે. જેમાં અઠવા ઝોનમાં 9 અને રાંદેર ઝોનમાં 1 કેસ નોંધાયા હતા. ચીંતાની વાત એ છે કે એક બાજુ સ્કુલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ થઇ ગયું છે ત્યારે બીજી બાજુ શહેરમાં બાળકોમાં સંક્રમણ વધી રહયુ છે.
શનિવારે મળેલા 11 કેસમાં ત્રણ કેસ એવા છે જેમાં બે વર્ષના બાળકથી માંડીને 9 વર્ષ સુધીનો સમાવેશ થાય છે જયારે રાંદેર ઝોનમાં મોરાભાગળ ખાતે આઠમાં ધોરણમાં ભણતી વિધાર્થીના એટલે કે 13 વર્ષની કીશોરીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અઠવા ઝોન ના ઘોડ દોડ રોડ વિસ્તારના ગ્રીન એવન્યુ અને સૂર્યાં કોમ્પ્લેક્ષ માં વધુ એક એક કેસ નોંધાયા છે. જેમાંથી એક બાળકના પિતાને કોરોના થયા બાદ હવે તેને ચેપ લાગ્યો છે. આ એજ પરીવાર છે જે ગોકુળ મથુરાથી આવ્યા બાદ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતુ. જયારે બે દર્દી એવા છે જેની અવર જવર હોસ્પિટલમા હતી ત્યાર બાદ કોરોના પોઝિટિવ થયા છે. આ કોરોના પોઝિટવ પૈકી છ દર્દીએ વેકસીનના બન્ને ડોઝ લીધા છે. જયારે એક દર્દીએ એક ડોઝ લીધો છે. જયારે ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓ કોઇને કોઇ રીતે અન્ય દર્દીઓના સંર્પકમાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.
મનપાએ એસી બસોના દરવાજા ખોલવાની કવાયત શરૂ કરી
સુરત: શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણની ગતી વધી છે. ત્યારે સંક્રમણ થઇ શકે તેવી તમામ બાબતોમાં સાવચેતી મનપા દ્વારા સૅૂ કરી દેવાઇ છે. બંધ જગ્યામાં કોરોનાનો ચેપ જડપથી લાગતો હોવાથી એ.સી. વાળી ઓફીસોમાં દરવાજા ખુલ્લા રાખવા અગાઉ સુચના અપાઇ હતી તેવી રીતે હવે મનપાએ પોતાની ટ્રાન્સપોર્ટેશન સેવામાં ઉપયોગમાં લેવાતી એસી બસોના દ્વાર ખોલીને ઓપરેશન શરૂ કરાયું છે. એર ટાઈટ દરવાજામાં એસીની હવાને કારણે સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતા હોવાનું હવે મનપા દ્વારા બીટીએસ બસો અને ઈલેક્ટ્રીક બસોના દરવાજા ખોલીને ઓપરેશન શરૂ કરાયું છે. કારણ કે બન્ને બસો એસી છે. શહેરમાં બીઆરટીએસ તથા ઈલેક્ટ્રીક બસ સહિત કુલ 170 થી વધુ બસો હાલ રૂટો પર ઓપરેશન હેઠળ છે.