SURAT

સુરતમાં અત્યાર સુધીના સૌથી વધુ 405 કેસ નોંધાયા

સુરત: (Surat) રવિવારે શહેરમાં ઓલ ટાઈમ હાઈ 400 ની ઉપર પોઝિટિવ દર્દી (Patient) નોંધાયા હતા. શહેરમાં કોરોનાના કેસના (Case) ઉછાળાને કારણે તંત્ર પણ હરકમાં આવી ગયું છે. છેલ્લા 10 જ દિવસમાં શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. રવિવારે સૌથી વધુ 115 કેસ અઠવા ઝોનમાં નોંધાયા હતા. રાંદેરમાં 57 અને લિંબાયત ઝોનમાં 51 કેસ નોંધાયા હતા.

10 દિવસ પહેલા શહેરમાં 100 થી 150 ની આસપાસ આંક નોઁધાતો હતો. જેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. રવિવારે સુરત શહેરમાં વધુ 405 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા તેમજ જીલ્લામાં 105 પોઝિટિવ દર્દીઓ નોઁધાયા હતા આમ સુરત શહેર જીલ્લામાં મળીને કુલ વિક્રમી 510 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. શહેરમાં વધુ 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 860 પર પહોંચ્યો છે જ્યારે પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 44,753 પર પહોંચ્યો છે.

  • ઝોન પોઝિટિવ દર્દી
  • સેન્ટ્રલ 41
  • વરાછા-એ 30
  • વરાછા-બી 31
  • રાંદેર 57
  • કતારગામ 38
  • લિંબાયત 51
  • ઉધના 42
  • અઠવા 115
  • તાલુકા કેસ
  • ચોર્યાસી 28
  • ઓલપાડ 8
  • કામરેજ 22
  • પલસાણા 9
  • બારડોલી 16
  • મહુવા 2
  • માંડવી 9
  • માંગરોળ 11
  • ઉમરપાડા 0

સુરત: શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા, તંત્ર સાવધ થયું છે. અને ફરીવાર મનપા દ્વારા જુની સ્ટ્રેટેજી પર કામ કરવાનું શરૂ કર્યુ છે. જુન-જુલાઈ માસમાં શહેરમાં કોરોનાનો પીક સમય હતો. તે સમયે મનપા દ્વારા ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું હતું. તે જ રીતે મનપા કામ પર લાગી છે અને શહેરમાં સુપર સ્પ્રેડરો બને તેવા ક્ષેત્રમાં વધુ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રવિવારે મનપા દ્વારા શહેરના તમામ ઝોનમાં ચા ની લારીવાળા તેમજ કરીયાણાની દુકાનવાળાઓના ટેસ્ટીંગ કર્યા હતા. મનપા દ્વારા કુલ 898 લારી તેમજ દુકાનદારોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 22 પોઝિટિવ મળી આવ્યા હતા.

  • ઝોન ટેસ્ટ પોઝિટિવ
  • સેન્ટ્રલ 41 2
  • વરાછા-એ 87 0
  • વરાછા-બી 135 0
  • રાંદેર 15 0
  • કતારગામ 122 0
  • ઉધના 99 8
  • અઠવા 285 8
  • લિંબાયત 114 4
  • કુલ 898 22

રાજ્યમાં ત્રણ જ દિવસમાં 17નાં મોત, નવા 1580 કેસ નોંધાયા

રાજયમાં ફરીથી રવિવારે કોરોનાના કેસો વકર્યા છે. રવિવારે રાજયમાં કોરોનાના કુલ 1580 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન વધુ 7 દર્દીઓનું મૃત્યુ થયુ છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,87,009 કેસો નોંધાયા છે. આજે 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં કોરોનાના નવા 1580 કેસો નોંધાયા છે. જયારે 989 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. નવા 1580 કેસો પૈકી અમદાવાદ મનપામાં સૌથી વધુ 443 કેસો , સુરત મનપામાં 405 , વડોદરા મનપામાં 112 , રાજકોટમાં 109, ભાવનગરમાં 30, ગાંધીનગર મનપામાં 16, જામનગરમાં 13 અને જુનાગઢમાં 8 કેસો સહિત મનપા વિસ્તારમાં 1136 કેસો નોંધાયા છે.જયારે ગ્રામ્ય વિસ્તારમાં 444 કેસો નોંધાયા છે.

રાજયમાં કુલ 7321 દર્દીઓ સારવાર હેઠળ છે.જે પૈકી 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે.જયારે 7250 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.અત્યાર સુધીમાં કુલ 275238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.જયારે રાજયમાં કુલ 4450 દર્દીઓનું મૃત્યુ થયુ છે.

આજે રવિવારે રાજયમાં અમદાવાદ મનપામાં 3,સુરત મનપામાં 2, ગાંધીનગર જિ.માં 1 અને વડોદરા જિ.માં 1 એમ કુલ 7 દર્દીઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે.રાજયમાં દર્દીઓનો રીકવરી રેટ 95.90 ટકા છે.અત્યાર સુધીમાં કુલ 30,48,462 લોકોને પ્રથમ ડોઝનું અને 5,96,893 લોકોને બીજી ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે.આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.આજે 60થી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,09,305 વ્યકિત્તઓનું રસીકરણ કરાયુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top