SURAT

‘મારી બાઈક ઉપર બેસી જા અને મને રસ્તો બતાવ’ કાપોદ્રામાં આધેડે કિશોરીની છેડતી કરી

સુરત: (Surat) કાપોદ્રા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરી કોલેજથી (College) ઘરે જતી હતી ત્યારે 50 વર્ષીય અજાણ્યો ઈસમ બાઈક (Bike) ઉપર આવીને એડ્રેસ પુછવાના બહાને કિશોરીને બળજબરીથી બાઈક ઉપર બેસાડવા પ્રયાસ કરી છેડતી કરી હતી. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ‘મારી બાઈક ઉપર બેસી જા અને મને રસ્તો બતાવ’ કાપોદ્રામાં આધેડે કિશોરીની છેડતી કરી
  • કિશોરી પાસે એડ્રેસ પુછવાના બહાને પાછળ આવીને બાઈક નજીક ઉભી રાખી હતી
  • તરૂણીનો પગ પકડી બળજબરીથી બાઈક પર બેસાડી છેડતી કરતા તેણી કૂદીને ચાલવા લાગી હતી

કાપોદ્રા ખાતે રહેતી 17 વર્ષીય આરતી (નામ બદલ્યું છે) જિલ્લામાં આવેલી કોલેજમાં ડીપ્લોમાનો અભ્યાસ કરે છે. ગઈકાલે સવારે આરતી ચીકુવાડી પાસે બસમાંથી ઉતરી પગપાળા ઘરે જતી હતી, ત્યારે સૂર્યકિરણની વાડી પાસે આશરે 50 વર્ષીય અજાણ્યો તેની પાસે બાઈક લઈને આવ્યો હતો. નજીક આવીને આરતીને આશાદીપ સ્કુલ ક્યા આવી તેમ પુછતા આરતીએ આગળ આવી તેમ કહ્યું હતું. અજાણ્યાએ તેને જો તમે એ જ રસ્તે જતા હશો તો બાઈક ઉપર બેસીને રસ્તો બતાવો તેમ કહ્યું હતું. આ સાંભળીને આરતી આગળ ચાલવા લાગી હતી. ત્યારે અજાણ્યાએ આરતીની નજીક આવીને ગુસ્સામાં દબાણ કરીને બાઈક ઉપર બેસી જા તેમ કહીને બાઈક એકદમ તેની પાસે ઉભી રાખી હતી અને હાથ પકડીને બળજબરી બાઈક પર બેસાડતો હતો.

આરતીએ પ્રતિકાર કર્યો તો તેનો જમણો પગ પકડીને બળજબરી બાઈક ઉપર બેસાડી દીધી હતી. ગાલના ભાગે ટચ કરી બાઈક ચાલુ કરી ચલાવવા જતા તે બાઈક પરથી કુદી ગઈ હતી. બાદમાં રાહદારી ભેગા થતા બાઈક ચાલક નાસી ગયો હતો. ઘરે જઈને આરતીએ તેના પરિવારને જાણ કરતા આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top