SURAT

બોલો.. સુરતના આ બદમાશે સરકારી જમીન પચાવી ત્યાં જ જુગાર ક્લબ બનાવી દીધી

સુરત: (Surat) શહેરના ભરચક વિસ્તાર એવા નાનપુરામાં જાહેર રસ્તા પર ગેરકાયદે બન્ને બાજુ પાકુ બાંધકામ કરી અંદર જુગાર કલબથી (Gambling Club) લઇને તમામ ગેરકાયદે પ્રવૃતિ થતાં જિલ્લા કલેકટરે (Collector) સુઓમોટો કરી મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં નાનપુરાના સજ્જુ કોઠારી વિરુદ્વ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. સાથે જ પાલિકા અને સિટી સરવે અધિકારીને અલાયદી કામગીરી કરવાનો આદેશ કરાયો હતો. સિટી સરવે અધિકારી દ્વારા સજ્જુ કોઠારી (Sajju Kothari) સામે ક્રાઈમ બ્રાંચમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.

અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદનમાં જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં એક કેસમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં પ્રથમ વખત કેસ સુઓમોટો કરીને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરાયો હતો. આ કેસની વિગત એવી છે કે સીટી સરવે વોર્ડ નં.૧ નાનપુરા જમરૃખ ગલીમાં આવેલી મિલ્કતમાં જાહેર રસ્તો પસાર થતો હતો. તે રસ્તાની બન્ને બાજુ સજ્જુ કોઠારીએ ગેરકાયદે દરવાજો બનાવી અંદર જુગાર કલબ સહિત તમામ ગેરકાયદે પ્રવૃતિઓ ધમધમતી હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોઇ કાર્યવાહી થતી નહીં હોવાથી આ કેસ સુઓમોટોમાં લઇને ચર્ચા કર્યા બાદ સજુજુ કોઠારી વિરુદ્વ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સિટી સરવે સુપરીટેન્ડન્ટ-2ને આદેશ કરાયો હતો. સાથે જ રસ્તાની બન્ને બાજુ જે ગેરકાયદે બાંધકામ કરાયું છે. તે તોડી પાડવા માટે સીટી સરવે અધિકારી અને પાલિકાને અલાયદી કામગીરી કરવાની સુચના આપી હતી. જેને પગલે સિટી સરવેનાઅધિકારી ઉમેશ બાવચંદભાઈ હરખાણીએ ક્રાીમ બ્રાંચમાં સજ્જુ કોઠારી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top