સુરત: (Surat) સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર (Collector) આયુષ ઓકે (Ayush oak) બુધવારે સુરતનો ચાર્જ લીધો. સુરત જિલ્લા કલેક્ટર પદેથી બદલી પામેલા ડો.ધવલ પટેલે આજે સવારે નવ નિયુક્ત કલેક્ટર આયુષ ઓકને ચાર્જ (Charge) સોંપ્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરતા નવા કલેક્ટર આયુષ ઓકે કહ્યું હતું કે તેમના માટે આ નવો જિલ્લો છે. સાત વરસ પહેલા નર્મદા જિલ્લામાં તેઓ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવી ગયા બાદ મોટાભાગે તેમનો ટેનયોર સૌરાષ્ટ્ર તરફ રહ્યો હતો. યુવા કલેક્ટર આયુષ ઓકે કહ્યું હતું કે તેઓ પોતે કોંકણના રત્નાગિરીના વતની છે પરંતુ ફેમિલી નોકરી સાથે પૂણે સેટ થયુ હતું. તેમના માતા બેંક કમચારી હતા ફાધર પ્રાઇવેટ સેકટરમાં હતા. તેમના પરિવારમાં તેઓ પહેલા છે જેમણે સિવિલ સર્વિસ પસંદ કરી છે. સુરતમાં કોરોનાની વેકસીન ઝડપથી લોકોને મળે તે અંગે તેઓ પ્રયાસ કરશે. ઉપરાંત વેકસીન અંગે લોકોમાં કોઇ ગેરમાન્યતા હોય તો તેઓ દૂર કરશે. તેમણે કહ્યું કે સામાન્ય જનતા માટે સોમવાર અને ગુરૂવાર મુલાકાતના દિવસો રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની જમીન સંપાદન કરી મેળવવામાં તેમની ભૂમિકા હતી
નવ નિયુક્ત કલેક્ટર આયુષ ઓકે કહ્યું કે તેમને સિવિલ સર્વિસ પાસ કરી દીધા બાદ પહેલું પોસ્ટિંગ મહેસાણામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે મળ્યુ હતું. તે પછી સને-૨૦૧૩માં નર્મદા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે મુકાયા હતા. તે દરમિયાન સાધુ ટેકરી સહિતની જગ્યાનો કબજો લઇ સરદારની વિરાટ પ્રતિમા ત્યાં મુકાઇ હતી. દેશભરમાંથી માટી અને લોખંડ લાવવાની જે ઝુંબેશ ચાલી હતી તે વખતે પણ તેઓ ત્યાં જ હતા. એ પછી એમણે ભાવનગર ડીડીઓ તરીકે અને સવા ત્રણ વરસથી સૌરાષ્ટ્ર અમરેલી કલેક્ટર તરીકે ફરજ બજાવી છે.
ટ્રેકિંગનું શોખ ધરાવતા કલેક્ટર ૧૦ વખત હિમાલય પહાડી ચઢી આવ્યા
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે કહ્યું હતું કે તેમણે બીઇ મીકેનીકલ કર્યું છે. તેમણે બીજા વરસના અભ્યાસ સાથે નક્કી કરી લીધુ હતું કે એનિજીનીયરીંગની પગારદાર નોકરી નથી જ કરવી. તેમણે સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. તેમને ટ્રેકીંગનો ભારે શોખ છે તેઓ પોતે આઠથી દસ વખત હિમાલય જઇ આવ્યા છે. તેઓ ફલાવરસ ઓફ વેલી પણ જઇ આવ્યા છે તેમને પોતાના વતનનાં સહ્યાદ્રિ પર્વત પણ ટ્રેકીંગ કર્યુ છે. તેમણે કહ્યું કે તેમના પત્ની દાંતના ડોકટર છે તેઓ અમદાવાદ ખાતે આસ્સિટન્ટ પ્રોફેસર છે.