સુરત: (Surat) સુરતમાં સિઝનમાં પહેલી વખત ઠંડીનો (Cold) પારો 15 ડિગ્રી પર પહોંચ્યો છે. એટલું જ નહીં આગામી બે દિવસ પણ કકડતી ઠંડી રહેશે. શુક્રવારની મોડી સાંજથી જ ઉત્તર તરફથી 10 કિલોમીટર પ્રતિકલાકે પવન (Wind) ફૂંકાય રહ્યો હતો. જેને કારણે મોડી રાતથી જ શહેરના વાતાવરણમાં (Atmosphere) ઠંડી પ્રસરી ગઈ હતી. એવામાં જ શનિવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડી 15 ડિગ્રી પર પહોંચ્યું હતું. શનિવારના આખા દિવસ દરમિયાન કકડતી ઠંડી અનુભવતા શહેરીજનોએ ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા હતા.
- સિઝનમાં પહેલી વખત ઠંડીનો પારો 15 ડિગ્રી પર પહોંચ્યો, હજી બે દિવસ કકડતી ઠંડી રહેશે
- ઉત્તરના ઠંડા પવનોથી કારણે શહેરના વાતાવરણમાં ઠંડી પ્રસરી, કકડતી ઠંડી અનુભવતા શહેરીજનોએ ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડયો છે. જેથી શહેરમાં દિવસેને દિવસે ઠંડી જોર પકડી રહી છે. શુક્રવારની સરખામણીએ શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી ઘટીને 27.2 ડિગ્રી પર પહોચ્યું હતું એટલે કે શુક્રવારે મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી હતું. જ્યારે શુક્રવારે લઘુત્તમ તામમાન 18.2 ડિગ્રીથી શનિવારે 15.4 ડિગ્રી પર પહોંચી ગયું હતું. ઉપરાંત ઉત્તરથી 7 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાય રહ્યો હતો. હજી આગામી બે દિવસ આવું વાતાવરણ શહેરીજનો અનુભવશે તેવું પણ હવામાન વિભાગ તરફથી જાણવામાં આવ્યું હતું.
7 દિવસ પહેલા ગરમી હતી પણ ઉત્તરથી 4થી 12 કિમીની ઝપડે પવન ફૂકાતા 7 ડિગ્રી ગગડી ગયું
મહત્વની વાત એવી છે કે અઠવાડિયા પહેલા શહેરીજનો ગરમી અનુભવી રહ્યા હતા. પરંતુ છેલ્લા 7 દિવસમાં શહેરનું તાપમાન 7 ડિગ્રી ગગડ્યું છે. 18 ડિસેમ્બરના મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. જે ક્રમશ ઘટીને 24 ડિસેમ્બરે 27 ડિગ્રી પર પહોંચી ગયું હતું. તેવી જ રીતે મહત્તમ તાપમાન 18મી ડિસેમ્બરના મહત્તમ તાપમાન 22 ડિગ્રી હતું. જે પણ ક્રમશ ઘટીને 15 ડિગ્રી પર પહોંચી ગયું છે. ખાસ કરીને ઉત્તરના ઠંડા પવનોને કારણે શહેરનું તાપમાન ગગડ્યું છે.
- તારીખ મહત્તમ (ડિગ્રી) લઘુત્તમ (ડિગ્રી)
- 18 ડિસેમ્બર, 2022 34.0 22.0
- 19 ડિસેમ્બર, 2022 33.4 21.0
- 20 ડિસેમ્બર, 2022 32.6 19.4
- 21 ડિસેમ્બર, 2022 31.6 18.8
- 22 ડિસેમ્બર, 2022 31.6 17.8
- 23 ડિસેમ્બર, 2022 31.2 18.2
- 24 ડિસેમ્બર, 2022 27.2 15.4