સુરત: (Surat) હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોલ્ડ વેવની (Cold Wave) આગાહી કરવામાં આવી છે ત્યારે આજે શહેરમાં આજે ન્યૂનત્તમ તાપમાન 10.2 સેલ્સિયસ ડીગ્રી નોંધાતા વિતેલા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો (Record broken) છે. સને 2011માં જાન્યુઆરી મહિનામાં શહેરમાં 10.5 સેલ્સિયસ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનનો પારો 23.8 સેલ્સિયસ ડીગ્રી રહ્યું હતું. હાડ થિજાવતી ઠંડીને કારણે લોકો સવારથી ગરમ વસ્ત્રોમાં નજરે પડ્યા હતા.
રાજ્યમાં ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત સહિત દ.ગુજરાતમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. ઉત્તર-પશ્વિમ દિશામાંથી ફુંકાતા ઠંડા પવનો અને વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. દરમિયાન આજે શહેરમાં ન્યુનત્તમ તાપમાનનો પારો 10.2 સેલ્સિયસ ડીગ્રી ઉપર પહોંચી જતા લોકો ઠંડીથી ઠુઠવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિવસ દરમિયાન નોર્થ વેસ્ટમાંથી પ્રતિ કલાક 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. કોલ્ડ વેવને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો.
- કોલ્ડ વેવની અસરને પગલે શહેર ઠંડુગાર : ન્યૂનત્તમ તાપમાન 10.2 ડીગ્રી, 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
- છેલ્લે સને 2011 જાન્યુઆરી મહિનામાં 10.5 ડીગ્રી તાપમાન શહેરમાં નોંધાયું હતું
- હજી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
ગઇકાલે પણ મહત્તમ અને ન્યુનત્તમ તાપમાનમાં 4-5 ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હજી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. વર્ષ 2011 જાન્યુઆરી મહિનામાં સુરતમાં ન્યૂનત્તમ તાપમાન 10.5 સેલ્સિયસ ડીગ્રી નોંધાયું હતું. ત્યારબાદ 24 જાન્યુઆરી 2022ના રોજ તાપમાન 10.2 ડીગ્રી નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, વિતેલા 10 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં નીચે ગયેલા તાપમાનનો રેકોર્ડ આજે તૂટ્યો છે જ્યારે સને 2012 ફેબ્રુઆરી મહિનામાં પણ સુરતમાં સૌથી નીચુ 9.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
- 2011 જાન્યુઆરી – 10.5 ડીગ્રી ન્યૂનત્તમ તાપમાન
- 2012 જાન્યુઆરી – 11.6 ડીગ્રી
- 2013 જાન્યુઆરી – 11 ડીગ્રી
- 2014 જાન્યુઆરી – 11.9 ડીગ્રી
- 2015 જાન્યુઆરી – 12.8 ડીગ્રી
- 2016 જાન્યુઆરી – 11.5 ડીગ્રી
- 2017 જાન્યુઆરી – 12.2 ડીગ્રી
- 2018 જાન્યુઆરી – 12.8 ડીગ્રી
- 2019 જાન્યુઆરી – 11.5 ડીગ્રી