SURAT

સિટી લાઈટમાં વોશિંગ મશીન ચાલુ કરી લટાર મારવા નીકળ્યા, પરત ફરતા આગ અને ધુમાડો મળ્યો

સુરત: (Suart) વોશિંગ મશીન ચાલુ કરી લટાર મારવા નીકળતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સિટી લાઈટ (City Light) સાયન્સ સેન્ટર (Science Center) નજીક એક એપાર્ટમેન્ટમાં વોશિંગ મશીન માં અચાનક આગ ફાટી નીકળતા આખા એપાર્ટમેન્ટ ના રહેવાસીઓને જીવ તળિયે ચોંટી ગયા હતા. જોકે ફાયરના જવાનોએ કોલ મળતા જ સમય સર દોડી આગ કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એટલું જ નહીં પણ કોઈ જાનહાની નોંધાય ન હતી.

આ મામલે ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ સવારે 10:16 મિનિટની હતી. સાલીન એપાર્ટમેન્ટ ના બીજા માળે બંધ ઘર માંથી ધુમાડો નીકળતો હોવાનો કોલ મળતા ફાયરના જવાનો દોડી ગયા હતા. તપાસ કરતા ઘરમાં કોઈ હાજર ન હતું. દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા બાથરૂમમાં મુકેલુ વોશિંગ મશીન સળગી રહ્યું હતું. આખું બાથરૂમ ધુમાડો ઘર કરી ગયો હતો. ઓક્સિજન માર્ક્સ સાથે ફાયરના જવાનોએ અંદર ઘુસી તરત આગ કાબુમાં લીધી હતી.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના સમય એ ઘર માલિક મહેન્દ્ર નાનાલાલ સીસોદીયા કોઈ કામ માટે ઘરમાં વોશિંગ મશીન ચાલુ કરી બહાર નીકળ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે ઘટનાના ગણતરીના કલાકોમાં પાડોશીને ગંધ આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. એટલું જ નહીં પણ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય છે. ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચાલુ કરી બહાર નિમળવું એટલે ઘર ફૂંકી મારવા જેવી વાત કહી શકાય છે. લગભગ આ આઠવાડિયામાં આ બીજો કેસ સામે આવ્યુ હોવાનું કહી શકાય છે.

Most Popular

To Top