SURAT

સુરતમાં ભત્રીજાએ કાકાને સબક શિખવાડવા માટે કર્યું એવું કામ કે ચોંકી જશો

સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં ગઇ 11 ફેબ્રુઆરીએ મોટી ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે (Police) ગણતરીના દિવસોમાં જ આરોપીને (Accused) ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઘરફોડ ચોરી કરનાર ફરિયાદીનો ભત્રીજો જ હતો. જમીન વિવાદમાં કાકાને સબક શીખવાડવા માટે ભાઈના પુત્રએ જ 19.45 લાખ રૂપિયા તફડાવ્યા હતા. લિંબાયત પોલીસે ભત્રીજાની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

  • સુરતના લિંબાયતમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
  • ફરીયાદીનો સગો ભત્રીજો જ ચોર નિકળ્યો
  • પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
  • પરિવારના ઝઘડામાં ચોરી કરી હોવાનું કબુલ્યું

લિંબાયતમાં આવેલા નિલમનગર સોસાયટીમાં રહેતા સુનિલકુમાર રામપ્રસાદ સોની પરિવાર સાથે 11 ફેબ્રુઆરીના રોજ સોમનાથ મંદિર દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમના ઘરને નિશાન બનાવીને ઘરનો મુખ્યદરવાજો તોડી ઘરમાંથી 19.45 લાખના દાગીના અને રોકડાની ચોરી થઇ હતી. ચોરીની ફરિયાદ નોંધાતા લિંબાયત પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. ફરિયાદીના ભાઈના પુત્ર પ્રદીપ ઉર્ફે ગોલુંર પપ્પુભાઈ સોની દ્વારા જ ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી થઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પ્રદિપની કડક પુછપરછ કરવામાં આવતા તેને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પ્રદિપના પિતા અને સુનીલકુમારની વચ્ચે જમીનના વિવાદને લઇને માથાકૂટ ચાલતી હતી. આ કારણે પ્રદિપે કાકાને સબક શિખવાડવા માટેનો પ્લાન બનાવ્યો હતો, સુનીલકુમાર સોમનાથ દર્શને ગયા ત્યારે તેમના ઘરના દરવાજા તોડીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

સુરતમાં વિનસ ડાયમંડ કંપનીના માલિકીની પત્નીની 15 લાખની કાર ચોરી
સુરત: વિનસ જ્વેલર ડાયમંડ કંપનીના ડાયરેક્ટરની પત્ની ઘોડદોડ રોડ પર કીયા સેલટોસ કાર લઈને કામ માટે ગઈ હતી. બહાર આવીને જોતા કાર ગાયબ હતી. ઉમરા પોલીસે કાર ચોરીની ફરિયાદ નોંધ્યા બાદ કાર ટ્રાફિક પોલીસ લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.

અડાજણ ખાતે ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં રહેતા 63 વર્ષીય કનુભાઈ નરોત્તમદાસ પટેલ નિવૃત્ત એસીપી છે. નિવૃત્તિ પછી તેઓ વિનસ જ્વેલ ડાયમંડ કંપનીમાં સીનીયર વીજીલન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમના દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કંપનીના ડાયરેક્ટર સમવેગભાઈ શાહની પત્ની રાજવીબેન (રહે.ધરમ પેલેસ, ઘોડદોડ રોડ) ઘોડદોડ રોડ ખાતે કનિસ્ક શોરૂમની સામે ગત 24 તારીખે બપોરે કાર પાર્ક કરીને ગઈ હતી. રાત્રે માર્કેટમાં કામ પતાવીને પરત આવતા ગાડી ત્યાંથી ગાયબ હતી. ઉમરા પોલીસે આશરે 15 લાખની કાર અને ગાડીમાં રહેલા પર્સમાં 25 હજાર રોકડ મળીને 15.25 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ તો દાખલ કરી નાખી પરંતુ કાર ટ્રાફિક પોલીસ ક્રેન લઈને ગઈ હોવાનું સામે આવ્યું હતું.

Most Popular

To Top