સુરત: (Surat) સીટીબસના (City Bus) અકસ્માતોના બનાવો છાશવારે બનતા હોય છે. મંગળવારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સીટી બસે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ડ્રાઇવર (Driver) બસની પાછળ દોડીને બસ રોકાવવા માટે ભાગ્યો હતો. રીક્ષાચાલક દુર સુધી ભાગ્યો પણ તેમ છતા બસચાલલે બસ ઉભી ન રાખતા રીક્ષા ચાલક બસની આગળ જઇ બોનેટ પર ચઢી ગયો હતો અને બસ અટકાવી હતી તેવો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો.
મનપા દ્વારા બસ ચાલકો યોગ્ય રીતે બસ ચલાવે તે માટે તેઓને ઘણીવાર ટ્રેનીંગ પણ આપવામાં આવે છે તેમ છતા બસચાલકોની આડેધડ ડ્રાઈવીંગને કારણે ઘણા અકસ્માતો સર્જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સીટીબસ એક રીક્ષાચાલકને ટક્કર મારી દેતા રીક્ષાચાલક સીટીબસની પાછળ દોડ્યો હતો. ટ્રાફિક હોવાથી બસ થોડી આગળ બસ ચાલક લઇ ગયો હતો પરંતુ રીક્ષાચાલકને જાણે બસ ઉભી નથી રાખતો એમ સમજી બસના આગળ જઇ બોનેટ પર ચઢ્યો હતો. તેવો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો છે.
વિસર્જન યાત્રાને લઈ શહેરમા સીટીબસ સંપુર્ણ બંધ રહેશે
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને બી.આર.ટી.એસ બસ તેમજ સીટીબસની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. તા. 28 મી સપ્ટેમ્બરનાં દિવસે ગણપતિ વિસર્જન હોય, ઘણા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેને પગલે મનપા દ્વારા ગણેશ વિસર્જનના દિવસે સીટીબસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ બીઆરટીએસ રૂટ પર પણ બસો ઓછી ફ્રીકવન્સીથી દોડશે અને પોલીસની સુચના પ્રમાણે નિર્ણય લેવાશે તેમ મનપા દ્વારા જણાવાયું છે.
ગણેશ વિસર્જનના દિવસે શહેરમાં પોલીસ કમિશનરનાં જાહેરનામાં મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ગણપતિ વિસર્જન યાત્રા દરમ્યાન સવારે કલાક 7 વાગ્યાથી ગણપતિજીની મૂર્તિ વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેને ધ્યાને લઈ ગણેશ વિસર્જનનાં દિવસે સીટીબસ તથા BRTS નાં ઓપરેશનમાં મુશ્કેલીઓ પડવાની સંભાવના હોય બસોનું ઓપરેશન ચાલુ રાખવું મુશ્કેલ ભર્યું હોવા છતાં જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે તમામ બીઆરટીએસ રૂટ ઓછી ફ્રિક્વન્સી થી સવારે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમજ જરૂર જણાય તો પોલીસ વિભાગની સૂચના મુજબ સ્થળ ઉપર બસ ઓપરેશન્સ માટે નિર્ણય લેવામાં આવશે. પરંતુ સીટીબસના રૂટ સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.