SURAT

સુરતના ચૌટાબજારના એન.આર. બ્યુટી વર્લ્ડના માલિક મુનવ્વર મેમણની આ ગુનામાં ધરપકડ

સુરત: (Surat) સ્ટેટ જીએસટી વિભાગની (State GST Department) સુરત વિભાગીય કચેરી દ્વારા માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ સિસ્ટમ બેઝડ એનલીસીસના આધારે તાજતેરમાં સુરતનાં ચૌટા બજાર (Chuta Bazar) અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી કોસ્મેટિક્સ, ઇમિટેશન જવેલરી,મેક-અપનો સામાન, લેડીઝ ફૂટવેર જેવી વસ્તુઓનું વેચાણ કરનાર મુનવ્વર ઇસ્માઇલ મેમણ સાથે સંકળાયેલી 4 કંપનીઓ એન.આર.બ્યુટી વર્લ્ડ, એન.આર.જવેલર્સ, એન.આર.બેંગર્લ્સ અને એન.આર.ફીટ-ઇન નામની કંપનીઓમાં થયેલી તપાસને અંતે બિન હિસાબી વ્યવહારો સાથે 63.46ની કરચોરી (Tax Evasion) પકડાઈ છે. આ મામલામાં આજે સ્ટેટ જીએસટી ઇકોનોમિક ઓફેન્સ વીંગે સુરતના મુનવ્વર મેમણની ધરપકડ (Arrest) કરી છે.

  • 63.64 કરોડની જીએસટીની ચોરીના ગુનામાં સ્ટેટ જીએસટી દ્વારા સુરતના મુનવ્વર મેમણની ધરપકડ
  • સુરતના કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટના વેપારી મુનવ્વર ઇસ્માઇલ મેમણ સાથે સંકળાયેલી 4 કંપનીઓ એન.આર.બ્યુટી વર્લ્ડ, એન.આર.જવેલર્સ, એન.આર.બેંગર્લ્સ અને એન.આર.ફીટ-ઇન નામની કંપનીઓમાં બે માસ અગાઉ સર્ચ કાર્યવાહી કરાઈ હતી
  • મુન્નવર મેમણને ધરપકડ બાદ અમદાવાદની કોર્ટમાં રજૂ કરી કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન માટે રિમાન્ડની માંગ કરાઈ

આ પેઢીઓના ધંધાના સ્થળો, ગોડાઉન અને રહેઠાણના સ્થળોએ તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એન.આર.બ્યુટી વર્લ્ડ નામની પેઢી દ્વારા કરવામાં આવેલા વેચાણોના પ્રમાણમાં વેરો ભરવામાં આવ્યો નહોતો. ખુબ જ નજીવા વેચાણો દર્શાવી તેના પર વેરો ભરી કરચોરી કરવામાં આવતી હતી. આ સ્થળોએથી મોટા પ્રમાણમાં કાચી ચિઠ્ઠીઓ ઉપર બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે તથા એને લાગતી નોંધો પણ મળી હતી. તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં બિન હિસાબી સાહિત્ય કાચી ચિઠ્ઠીઓ અને ડીજીટિ ડેટા જપ્ત કરવામાં આવ્યા છે. સરકારી વેરાની સલામતી માટે આ પેઢીઓનો માલ, સ્ટોક, મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્યુટી અને કોસ્મેટિકમાં વપરાતી વસ્તુઓ પૈકી બંગડી (પ્લાસ્ટિક સિવાયની) ઉપર જીએસટીનો દર 3 ટકા, ઇમિટેશન જવેલરી પર 18 ટકા, બ્યુટી પ્રોડક્ટ પર 18 ટકા, ફૂટવેર પર 12 ટકા અને લેડીઝ પાર્સ પર 12 ટકા જીએસ્ટિવદર લાગુ પડે છે. એન.આર. બ્યુટી વર્લ્ડમાં 63.46 કરોડના બિનહિસાબી વ્યવહારોની કરચોરી પ્રાથમિક તબક્કે સ્થાપિત થતા 10.64 કરોડની કરચોરી મળી આવી છે. સ્ટેટ જીએસટી વિભાગની ઇકોનોમિક ઓફેન્સ વીંગે કરચોરીના ગુનામાં એન.આર.બ્યુટી વર્લ્ડના મુનવ્વર ઇસ્માઇલ મેમણની આજે સુરત ખાતેથી ધરપકડ કરી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અમદાવાદ કોર્ટમાં રજૂ કરી આરોપીની કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન માટે રિમાન્ડની માંગ કરી હતી.

Most Popular

To Top