SURAT

ચોર્યાસી ડેરીની ચૂંટણીમાં 16 પૈકીની 13 બેઠકો બિનહરીફ, 3 બેઠક ખાલી રહી

દેલાડ, સુરત: (Surat) સુમુલ ડેરી કરતા પણ જુની ચોર્યાસી ડેરીની (Choryasi Dairy) વ્યવસ્થાપક કમિટિની 16 બેઠક પૈકી 13 બેઠકો બિનહરીફ થઇ છે. જયારે 3 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો ક્વોલિફાય ન થતાં આ 3 બેઠકો ખાલી રહી છે. ચોર્યાસી તાલુકા દુધ વેચાણ કરનારી સહકારી મંડળીના વર્તમાન ચેરમેન નરેશ રણછોડભાઇ પટેલ અને વાઇસ ચેરમેન બળવંતસિંહ સોલંકી દ્વારા રજુ કરવામાં આવેલી સમગ્ર પેનલ બિનહરીફ ચૂટાતા ચૂંટણી (Election) અધિકારી અજય જી. પટેલે તમામ 13 ઉમેદવારોને બિનહરીફ ચૂટાયેલા જાહેર કર્યા છે જયારે ડામકા, નાનાસીમાંત અને આદિજાતી-પછાતજાતીના ઉમેદવાર ચૂંટણી લડવા માટે માન્ય નહીં ઠરતા આ 3 બેઠકો ખાલી રહી છે.

ચોર્યાસી ડેરી સાથે બ-વર્ગમાં 45 હજાર અને અ-વર્ગના 36 હજાર સભાસદો નોંધાયેલા છે. ચોર્યાસી તાલુકાની આ ડેરીનું ટન ઓવર વાર્ષિક 60 થી 70 કરોડ જેટલું છે. લાભપાંચમ પછી મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક બોલાવી ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. સંભાવના એ છે કે વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેન યથાવત રહી શકે છે. મંડળીની ભેંસાણ બેઠક પરથી નરેશ ર. પટેલ અને સણિયાકર્ણદે બેઠક પરથી બળવંતસિંહ સોલંકી બિનહરીફ ચૂંટાયા છે. કોસાડ બેઠક પરથી ચંદ્રસિંહ બાકરોલા સુરતની બેઠક પરથી સુરાભાઇ ભરવાડ સહિતના મંડળીના કુલ 13 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અગાઉ આદિજાતી પછાતજાતીની બેઠક પર ચૂટાયેલા ઉમેદવારનું કોરોનામાં નિધન થયું હતું. મંડળીના પેટા કાયદા પ્રમાણે જે ગામ અને ગ્રુપની મંડળી 700 લિટર દૂધ ન ભરી શકે તે ચૂંટણી લડવામાંથી ડિસ્ક્વોલિફાઇ થાય છે.

કડોદ: ચોર્યાસી ડેરી તરીકે જાણીતી ચોર્યાસી તાલુકા દૂધ વેચાણ કરનારી સહકારી મંડળી લી. ના આગામી પાંચ વરસ માટેના બોર્ડ ઓફ ડિરેક્ટર ની યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન નરેશ પટેલની પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી અધિકારી અજયભાઈ પટેલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા બહાર પાડેલી યાદીમાં જણાવ્યા અનુસાર નીચેના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં નરેશભાઈ રણછોડભાઈ પટેલ-ભેંસાણ, નિલેશભાઈ નટવરભાઈ પટેલ- ડભોલી, છગનભાઈ દુર્લભભાઈ પટેલ-કુંકણી,કાંતિભાઈ ગોપાળભાઈ પટેલ-જુનાગામ,અમૃતભાઈ શંકરભાઈ પટેલ-રાજગરી, અરૂણભાઈ ઠાકોરભાઈ પટેલ-સેગવા, ચંદ્રસિંહ ખુમાનસિંહ બાકરોલા-કોસાડ, સુરાભાઈ રાધુભાઈ ભરવાડ-સુરત, બળવંતસિંહ ધીરજસિંહ સોલંકી-સણિયાકણદે, અમિષભાઈ કુંદનભાઈ પટેલ-વાંઝ, રમેશભાઈ સુખાભાઈ પટેલ-ઉંબર, વિલાસબેન બાબુભાઈ દેસાઈ-મોટાવરાછા, હેમલતાબેન હેમંતભાઈ પટેલ-કોસાડ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે દામકા ગૃપ, આદિજાતિ-પછાત જાતિ ગૃપ તથા નાના સીમાંત ગૃપમાં કોઈ ઉમેદવારી પત્રના આવતા ત્રણ બેઠક ખાલી રહી છે. જે આગામી સમયમાં કો-ઓપ્ટ કરવામાં આવશે.

Most Popular

To Top