સુરત: (Surat) માતાનું ધાવણ લીધા બાદ સૂઈ ગયેલા ભેસ્તાન આવાસના 3 મહિનાના બાળકનું (Child) શંકાસ્પદ મોત નિપજ્યું હતું. વહેલી સવારે બાળક કોઈ હલનચલન કરતું ન હતું. જેથી પરિવાર તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ (Hospital) ખાતે લઈને આવ્યું હતું. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
- માતાનું ધાવણ લીધા બાદ સૂઈ ગયેલા 3 મહિનાના બાળકનું શંકાસ્પદ મોત
- વહેલી સવારે બાળક કોઈ હલનચલન કરતું ન હતું જેથી પરિવાર તેને સારવાર માટે લઈને આવ્યું
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની, જાકિર શેખ હાલ ભેસ્તાન આવાસમાં પત્ની, બે પુત્રી તેમજ એક પુત્ર અહેમદ (3 માસ) સાથે રહે છે. જાકિર ટેમ્પોમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જાકીરના સંતાન પૈકી અહેમદને સોમવારે રાત્રે તેની માતા ધાવણ કરાવ્યા બાદ સુવડાવી દીધો હતો. વહેલી સવારે પરિવાર ઊઠીને અહેમદને ઉઠાવ્યો હતો. તેમજ રાતભર અહેમદએ કોઈ હલનચલન કર્યું ન હતું.
જેથી પરિવારજનો તેને સારવાર માટે ઉન ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ડોકટર હાજર મળ્યા ન હતા. જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અહેમદનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. જેથી તેના મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. માતાના ધાવણ બાદ દૂધ શ્વાસ નળીમાં જતું રહેવાથી તેનું મોત નિપજ્યું હોવાનું ડોકટરે સંભાવના વ્યક્ત કરી હતી.