સુરત: (Surat) શહેરના અલગ અલગ વિસ્તારમાં ઇકો કારની (Eco Car) ચોરી (Theft) કરી ઘરફોડ કરવાની એમઓ ધરાવતી ચીકલીગર ગેંગના ચાર આરોપીઓને (Accused) ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ઝડપી (Arrest) પાડ્યા હતા. તેમની પાસેથી કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
- ઘરફોડ ચોરી કરતા ચીકલીગર ગેંગના ચાર આરોપી ઝડપાયા
- સિંગણપોર અને ચોકબજારની ચોરીના ભેદ ઉકેલાયા
- પોલીસે સોના-ચાંદીના ઘરેણા સહિત 3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ક્રાઈમ બ્રાંચની ટીમે બીતમીના આધારે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ચાર રસ્તા નજીકથી બલમતસીંગ ઉર્ફે બચ્યુસીંગ દર્શનસીંગ ગૌરીસીંગ ટાંક (ચીલીગર) (ઉવ.23, આયોજનનગર ઝુંપડપટ્ટી, ક્લોલ જી. ગાંધીનગર તથા હાલ રહે લાપસીવાલી ચાલ ભરીમાતા રોડ જીલાની બ્રિજ નીચે), જ્વાલાસીંગ ઉર્ફે જોલ્લાસીંગ અવતારસીંગ ઉર્ફે ટીલીસીંગ અંધેલી (ચીકલીગર ) (ઉવ.૩૦ ધંધો- ટેમ્પો ડ્રાઇવીંગ, રહે લાપસીવાલી ચાલ ભરીમાતારોડ જીલાની બ્રિજ નીચે), રાણાસીંગ અવતારસીંગ ઉર્ફે ટીલીસીંગ અંધેલે (ચીકલીગર) (ઉવ.૨૫, રહે ભરીમાતારોડ જીલાની બ્રિજ નીચે) તથા જોગ્ગાસીંગ બબનસીંગ અંધેલે (બાવરી- ચીકલીગર) (ઉવ.૨૨, રહે. ભરીમાતારોડ જીલાની બ્રિજ નીચે) ને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની પુછપરછ કરતા પંદરેક દિવસ પહેલા આરોપી બચ્ચીંગ તથા જ્વાલાસીંગ, સીંગણપોર નજીકમાં આવેલી એક સોસાયટીમાં બંધ મકાન જોઇ આવી તે મકાનમાંથી પોતાના સાગરીતો રાણાસીંગ તથા જોગ્ગા સીંગ સાથે ઘરફોડ ચોરી કરવા માટે ઇકો ગાડીમા બેસી ચોરી કરવાનુ નક્કી કર્યું હતું. 16 માર્ચ 2022 ના રાત્રે રાણાસીંગની એક્ટિવા મોપેડ ઉપર પંડોલ ફટાકડાવાડી વિસ્તારમાં જઇ ફટાકડાવાડીની ગલીના નાકેથી પાર્ક ઇકો કાર (GJ-05-RG-7727) બચ્ચીંગ તથા જ્વાલાસીંગે ચોરી કરી આ કારમાં જઈને ચોરી કરી હતી. આ સાથે જ ચોકબજાર, સિંગણપોરમાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા હતા.
ક્રાઈમ બ્રાંચે તેમની પાસેથી 2.05 લાખના સોનાના ઘરેણા, 28 હજારના ચાંદીના ઘરેણા, મોબાઈલ ફોન, મોપેડ, લોખંડની છીણી, હથોડી, કાનસ સહિત કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.