SURAT

સુરત ચેમ્બરનું ઉદ્યોગ-2025 પ્રદર્શન 21મીથી શરૂ થશેઃ પહેલીવાર દિવ્યાંગ ઉદ્યોગકારોને વેપારની તક…

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 21, 22 અને 23 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘ઉદ્યોગ– 2025’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ–2025′ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શુક્રવાર, તા. 21 ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે બારડોલીના સાંસદ પરભુભાઇ વસાવાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. ફારૂક પટેલ, જૈનમ બ્રોકીંગ લિમિટેડના ચેરમેન મિલન પરીખ અને કાકરાપાર સ્થિત ઓટોમિક પાવર સ્ટેશન દ.હયીના સ્ટેશન ડિરેક્ટર યશ લાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકો અને બાયરોને પ્રોત્સાહન આપવા ઉદ્યોગ એક્ઝિબીશન માટે રજિસ્ટ્રેશન વિના મૂલ્યે રાખવામાં આવ્યું છે. ચેમ્બરના ફ્લેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે.

આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની 15મી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત ઉદ્યોગ પ્રદર્શનમાં મુક–બધિર અને દિવ્યાંગો માટે અલગથી પેવેલિયન ફાળવવામાં આવશે. દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી અગરબત્તી તથા અન્ય પ્રોડક્ટનું તેઓ પ્રદર્શન કરી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે.

ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અંકલેશ્વર, જામનગર, વાપી, વલસાડ, દાદરા નગર હવેલી, મુંબઇ, ઠાણે, નવી દિલ્હી, નોઇડા, જાલંધર (પંજાબ), હિમાચલ પ્રદેશ, ઉદયપુર અને તામિલનાડુના કુલ 175થી વધુ એક્ઝિબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબીશનમાં સોલાર એનર્જી, સોલાર પેનલ, એન્સીલરી, ઇન્વર્ટર, વોટર ટ્રિટમેન્ટ, ઇલેક્ટ્રિકલ તથા ઇન્ડસ્ટ્રી માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટીલેશન સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જિનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરીટીના ઉત્પાદકો દ્વારા પ્રોડક્ટ્‌સ અને સર્વિસિસ પ્રદર્શિત કરાશે.

જ્યારે સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલિન પ્રમુખ રમેશ વઘાસિયા, મંત્રી નિરવ માંડલેવાલા, ખજાનચી મૃણાલ શુકલ, ઓલ એક્ઝિબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, ઉદ્યોગ એક્ઝિબીશનના ચેરમેન ભાવેશ ટેલર અને કો–ચેરમેન સંજય ગજીવાલા ઉપસ્થિત રહ્યા હતા.

ચેમ્બરના ઉદ્યોગ પ્રદર્શનમાં આ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બનશે
ઉદ્યોગ એક્ઝિબીશનમાં જે વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બનશે એમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરીનું પ્રદર્શન કરવામાં આવશે.

એન્જિનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એક્સક્લુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેક્ચરીંગ, વેલ્ડીંગ ઇક્વિપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

Most Popular

To Top