SURAT

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી

સુરત: સુરત (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (The Southern Gujarat Chamber of Commerce and Industry) પ્રમુખ રમેશ વઘાસિયાના નેજા હેઠળ ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ભૂતપૂર્વ માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર સહિત ચેમ્બર ઓફ કોમર્સના ૩પથી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે મંગળવાર, તા. ૧૮ જુલાઇ, ર૦ર૩ના રોજ સચિન જીઆઇડીસી ખાતે આવેલી અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ (Visit) કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સનો ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ પાછળનો મુખ્ય હેતુ બિઝનેસ ડેવલપેમન્ટનો છે. ચેમ્બરના સભ્યો તેમજ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો વિવિધ ક્ષેત્રે બિઝનેસ ડેવલપ કરી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા રાસાયણિક ક્ષેત્રે અગ્રેસર એવી અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરવામાં આવી હતી. આ કંપનીમાં લાઇફ સાયન્સ સંબંધિત સ્પેશ્યાલિટી કેમિકલ્સ તથા અન્ય સ્પેશ્યાલિટી કેમિકલ્સ બનાવવામાં આવે છે.

આ કંપનીમાં રિસર્ચ કરીને ગુણવત્તાને ધ્યાને લઇને ટેકનોલોજીના ઉપયોગથી કેમિકલ બનાવવામાં આવે છે. કેમિકલ બનાવવા માટેની પ્રક્રિયા દરમ્યાન કંપનીમાં રાખવામાં આવતી સુરક્ષા સંબંધિત કાળજી અને પર્યાવરણની જાળવણી તથા વિવિધ ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.

Most Popular

To Top