SURAT

સુરતમાં કરોડોના ખર્ચે બનાવાયેલા સિમેન્ટ કોંક્રીટ રોડ થોડા જ સમયમાં તૂટી ગયા!

સુરત: છેલ્લાં કેટલાંક મહિનાઓથી સુરતના મોટાભાગના રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. મેટ્રો અને ડ્રેનેજના કામના લીધે કોટ વિસ્તારમાં તો દરેક ગલી, દરેક શેરીમાં ખાડા ખોદવામાં આવ્યા છે. આ તો ડામર રોડની વાત થઈ પરંતુ સુરતમાં તો સીસી રોડના પણ ઠેકાણા નથી. એક રિપોર્ટ અનુસાર સુરતમાં સીસી રોડ બન્યા તેના થોડા જ સમયમાં તે તૂટી ગયા છે અથવા તોડી નવા બનાવવાની આવશ્યકતા ઉભી થઈ છે.

  • આપ દ્વારા કરાયેલી આરટીઆઈમાં એસવીએનઆઈટી દ્વારા એવો રિપોર્ટ આપવામાં આવ્યો કે 21 ટકા રસ્તા ખરાબ છે
  • મોટા વરાછા વીઆઈપી સર્કલથી અબ્રામા ચેકપોસ્ટ સુધીનો સીસી રોડ ક્ષતિગ્રસ્ત છે

સુરત (Surat) મનપા (SMC) દ્વારા શહેરમાં હવે તમામ રોડ સી.સી (CC Road) બનાવવા માટે તૈયારી કરી છે પરંતુ શહેરના ઘણા સી.સી રોડની કામગીરી ખરાબ થઈ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કરવામાં આવ્યો છે. આપ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં (RTI) એસવીએનઆઈટી (SVNIT) દ્વારા એવો રિપોર્ટ (Report) આપવામાં આવ્યો છે કે, કુલ કામના 21.28 ટકા કામ ખરાબ હાલતમાં છે. અને કુલ 3341 પેનલોમાંથી 711 માં ખરાબી છે. અને 32 પેનલોને એટલે કે, 6542 ચો.ફુટ રોડને સંપૂર્ણ રીતે તોડી નવી બનાવવામાં આવ્યો હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.

વરાછામાં વીઆઈપી સર્કલથી અબ્રામા ચોક સુધીના સીસી રોડમાં ખરાબ કામગીરીની ફરિયાદ
જેના પગલે આપ દ્વારા ફરીયાદ કરવામાં આવી છે કે, શહેરના મોટા વરાછામાં વીઆઈપી સર્કલથી અબ્રામા ચેક પોસ્ટ સુધીમાં બની રહેલા સી.સી. રોડમાં મોટા પાયે ખરાબ કામગીરી થઈ છે. મનપા દ્વારા આ સીસી રોડના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી તરીકે ગ્રીન ડિઝાઈન એન્જીનિયરીંગ સર્વિસ પ્રા.લી. ને રોડના કામની દેખરેખ તેમજ રોડ સારી ગુણવત્તાનો બને તે અને રોડ ટેન્ડરની શરતો પ્રમાણે કામ સોપ્યુ છે. ગ્રીન ડિઝાઈન એન્જીનિયરીંગ સર્વિસ પ્રા.લી. કુલ રૂ. 74 લાખ જેટલી રકમ મનપાએ ચુકવી છે તેમ છતા તેમના કામકાજમાં બરાબર ધ્યાન અપાયું નથી એટલે કે, કોન્ટ્રાકટરને જ ફાયદો થયો છે તેવા આક્ષેપ આપ દ્વારા કરાયા છે. તેમજ એજન્સી દ્વારા યોગ્ય ક્રાઈટેરીયા મુજબ પણ કામ કરાયું નથી જેથી આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top