Dakshin Gujarat

સાપુતારાના ઘાટમાં સુરતની કાર ખીણમાં પલ્ટી ગઈ

સાપુતારા : સાપુતારા (saputara )તરફથી સુરત ((surat )તરફ જઈ રહેલી કાર ન. (જી.જે.05.આર.બી. 9460) સાપુતારાથી વઘઇને જોડતા સ્ટેટ ધોરીમાર્ગનાં (Netnal haiwe) બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડનાં ખાડામાં ઉતરી પલ્ટી મારી ગઈ હતી.જેને પગલે સર્જાયેલ અકસ્માતમાં કારમાં બેસેલ ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. જોકે કારને નુકસાન થતા તે સ્ક્રેપ થઇ ગઈ હતી.ઉલ્લખનીય છે કે હાલ વરસાદની સીઝન ચાલી રહી હોઈ જેને પગલે સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી અનેક સહેલાણીઓ મોજ મજા કરવા તથા સાપુતારા ગિરિનમાથક જતા હોઈ છે.જ્યાં વાંકાંચૂકાં વણાંક અને ખીણમાં અનેકો વાર અકસ્માતો સર્જાતા રહે છે.

ટંકારામાં પણ સર્જાયો માર્ગ આકસ્માત
એક યુવાન તેના મિત્ર સાથે બેંક કેશ કલેક્શનનું કામ પતાવી ઓલપાડના બરબોધન-તેના રોડ ઉપર બાઈક હંકારી સુરત પરત ફરી રહ્યો હતો. ત્યારે રોડના વળાંકમાં બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત થયું હતું.મૂળ સુરેન્દ્રનગરના મુળીના ચોટીલા ગામના વતની જયંતી રાજા મકવાણા ગત મંગળવાર, તા.૨ના રોજ જયંતી મકવાણા તેની મો.સા. નં.(GJ-05,FL-7750) હંકારી તેના મિત્ર સૌરભ દિનેશ ચૌહાણ સાથે બેંકના કલેક્શનના કામ માટે ઓલપાડના બરબોધન ગામ વિસ્તારમાં ગયા હતા. બંને બેંક કલેક્શનનું કામ પતાવી આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે બાઈક ઉપર સુરત પરત આવી રહ્યા હતા. ત્યારે બાઈક સ્લિપ થઈ ગઈ હતી.

બાઈક પર સવાર અન્ય એક યુવક ઘયલ
બાઈક સાથે રોડ સાઇડની ઝાડીમાં ઘૂસી જતાં મૂઢ માર વાગ્યો હતો. જ્યારે મિત્ર સૌરભ રોડ ઉપર પટકાતાં તેને કમર તથા હાથમાં ઇજા થઈ હતી. જેથી જયંતી મકવાણાને સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે સુરત શહેરમાં રહેતા મૃતકના મોટાભાઈ મુન્ના મકવાણાએ ઓલપાડ પોલીસમથકમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ

સુરતની સિવિલ હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરાયો
જયંતી મકવાણાને સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે સુરત શહેરમાં રહેતા મૃતકના મોટાભાઈ મુન્ના મકવાણાએ ઓલપાડ પોલીસમથકમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ધરી છે.

Most Popular

To Top