સુરત: (Surat) મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની (Smimer Hospital) કેન્ટિનને પણ કોરોનાના કારણે અસર થઇ છે. કેમકે કેન્ટીનનો (Canteen) ઇજારો રાખનાર એજન્સીએ ભાડા જેટલો પણ વકરો નહી થતો હોવાથી કેન્ટિન ચલાવવા બાબતે અસક્ષમતા દર્શાવતામનપા દ્વારા તેને બ્લેક લીસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે જો કે નવાઇની વાત એ છે કે સ્મીમેરની કેન્ટીન ચલાવવા માટે એચ-1 ભાવ ભરનાર એજન્સી ખસી ગયા બાદ તેનાથી ઉતરતા ક્રમમાં ટેન્ડર (Tender) ભરનાર એક પણ એજન્સીએ તૈયારી બતાવી નથી.
સ્મીમેર હોસ્પિટલમાં કેન્ટિન ભાડેથી ચલાવવા મે-2021માં ઓફર મંગાવાઇ હતી. જેમાં ક્વોલિફાઇ 5 એજન્સીઓ પૈકી સૌથી વધુ ભાડુ આપવાની તૈયારી બતાવનાર ઇજારદાર અશ્વિન કેટરર્સને પ્રતિ માસ 2.60 લાખ મુજબ વાર્ષિક 31.20 લાખ ભાડું ભરવા તૈયારી દર્શાવતા તેને ઇજારો અપાયો હતો પરંતુ દોઢ મહિનામાં જ ઇજારદારે નુકસાની તેમજ ભાડાની રકમ પણ છુટ્ટી થતી ન હોવાનું કારણ આપી કેન્ટિન ચલાવવા અસક્ષમતા દર્શાવી હતી તેમજ કોરોના કાળના લીધે લોકો કેન્ટિન સુધી આવતા ન હોવાન કેફિયત રજુ કરી કોન્ટ્રાક્ટમાંથી છુટા કરવા રજુઆત કરી હતી. જો કે ત્યાર બાદ તેનાથી નીચી ઓફર ભરનાર 4 ઇજારદારોએ કેન્ટિન ચલાવવા ઇન્કાર કરી દેતા સ્મીમેરની કેન્ટિન ચલાવવા કોઇ તૈયાર ન હોવાનું સામે આવ્યુ છે.
મનપાની સુમન શાળા સહીત વિવિધ શાળાઓમાં વધુ 28 વિધાર્થીઓ પોઝિટિવ આવતા વર્ગો બંધ કરાવાયા
સુરત: શહેરમાં જાન્યુઆરી માસની શરૂઆતમાં અચાનક કોરોનાનું સંક્રમણ વધવા માંડતા ત્રીજી લહેરે વેગ પકડી લીધો છે જો કે ઘણા ટુંકા સમયમાં ત્રીજી લહેર પર કાબુ મેળવવામાં સુરત મનપાનું આરોગ્યતંત્ર સફળ રહયુ હોય, એક સપ્તાહથી રોજે રોજ નોંધાતા કેસની સંખ્યમાં ઘટાડો નોંધાઇ રહયો છે. એક સપ્તાહ પહેલા 3500 સુધી પહોચી ગયેલા કોરોનાના રોજીંદા કેસ ઘટતા ઘટતા મંગળવારે 1004 થઇ ગયા છે. દરમિયાન રીકવરી રેટ પણ જડપથી વધી રહયો હોય 3490 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.
દરમિયાન મનપા દ્વારા થઇ રહેલા ટેસ્ટીંગમાં વધુ 28 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા હતા જેમાં મનપાની સુમન શાળા-ઉધના, આઈ જી દેસાઇ શાળા, જે એચ અંબાણી શાળા, ઈંટરમીડ શાળા, અંકુર શાળા, રિલાયન્સ શાળા, એસ ડી જૈન શાળા, ડી આર બી કોલેજ, એસ વી પી કોલેજ, શારદા યતન શાળા, સ્ટેટ કોલેજ, એસ વી એન આઈ ટી કોલેજ તથા અન્ય શાળાઓ અને કોલેજના વિધાર્થીઓનો સમાવેશ થતો હોય આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવ્યા હતા. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 347 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્ય હતું.